એલસીબી ઝોન–૨ ની ટીમે ભગતસિંહ ગાર્ડન પાસે કવાર્ટરમાં રહેતા શખસના મકાનમાં દરોડો પાડી અહીં મકાનમાં બનાવેલા ખાસ અંડર ગ્રાઉન્ડ કવાર્ટરમાંથી .૩૦,૫૦૫ ની કિંમતના ૫૭ બોટલ દા સાથે કવાર્ટરમાં રહેતા રિક્ષાચાલક શખસને ઝડપી લીધો હતો.જયારે પુછતાછ કરતા અન્ય એક શખસનું નામ ખુલ્યું હતું.જયારે પીસીબીની ટીમે જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા શખસના મકાનમાંથી ૧૨૦ બોટલ અને કોઠારીયા રોડ પર રહેતા શખસના મકાનમાંથી ૨૪ બોટલ દા ઝડપી લીધો હતો.દાના જથ્થા સાથે ઝડપાયેલા આ ત્રણેય શખસો રિક્ષાચાલક છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુબજ,એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે યુનિ.રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુ.હા.બોર્ડના કવાર્ટરમાં રહેતા રવિ ભગવાનદાસ ટેહલાણીના કવાર્ટરમાં દરોડો પાડતા અહીં મકાનમાં બનાવેલા ખાસ અંડર ગ્રાઉન્ડ કવાર્ટરમાંથી .૩૨,૫૦૫ ની કિંમતનો ૫૭ બોટલ દા મળી આવ્યો હતો.પોલીસે દાનો આ જથ્થો અને મોબાઇલ ફોન સહિત કુલ .૪૭,૫૦૫ નો મુદામાલ કબજે કરી આરોપી રવિની ધરપકડ કરી હતી.તેની પુછતાછ કરતા દા આપનાર તરીકે હર્ષ હેમતસિંહ રાજપુતનું નામ ખુલ્યું હતું.જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી હર્ષને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ કોન્સ.યુવરાજસિંહ રાણા,કીરતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી રોડ પર જકાતનાકા પાસે જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં.૩ માં રહેતા ભાવેશ મગનભાઇ મકવાણા(ઉ.વ ૨૯) નામના રિક્ષાચાલકના મકાનમાં દરોડો પાડયો હતો.પોલીસે અહીંથી .૬૭,૩૨૦ ની કિંમતનો ૧૨૦ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે દાનો આ જથ્થો કબજે કરી ભાવેશ મકવાણા સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.જયારે પીસીબીએ અન્ય દરોડામાં કોઠારીયા રોડ પર ૪૦ ફટ રોડ ભવાની ચોક પાસે મહેશ્ર્વરી શેરી નં.૨ આવેલા મકાનમાં દરોડો પાડી .૧૭,૬૭૦ ની કિંમતા ૨૪ બોટલ દા સાથે એજાદ હાનભાઇ આદમાણી(ઉ.વ ૩૨) નામના રિક્ષાચાલકને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech