ઉનાના નવા બંદરની સીમમાં કૂવામાં પટકાયેલા સિંહનો આબાદ બચાવ
ઉનાના નવા બંદરની સીમમાં કૂવામાં પટકાયેલા સિંહનો આબાદ બચાવ
April 13, 2026 02:51 PM
ઉના તાલુકાના નવા બંદરની સીમમાં નવાબંદર દરિયા ખુલ્લા કુવામાં એક સિંહ પડી જતા વન વિભાગે દિલ ધડક રેસ્કયુ ઓપરેશન કરી સિંહને સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો. ઊના તાલુકાના નવાબંદર ગામની પીલુડી સીમ વિસ્તારમાં આવેલ ખુલ્લા મેદાનમાં એક અવાવ ઐંડા કૂવામાં એક પુખ્ત વયનો નર સિંહ અકસ્માતે કુવામાં પડી ગયો હતો. અવાજ કરતા લોકોએ કૂવામાં જોતા કુવાની અંદર દસથી ૧૫ ફુટ પાણી ઉપર કોઈ ટેકાની મદદથી મોઢું બહાર કાઢી જીવ બચાવવા વલખા મારી રહેલ હતો. લોકોએ ગીર પૂર્વ વન વિભાગની જસાધાર ગીર મુકામે આવેલ રેન્જ ફોરેસ્ટ કચેરી એ જાણ કરતા આર.એ.ઓ.કુલદીપભાઈ ચૌહાણે ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણિયા, હરદીપ ભાઈ અને રેસ્કયુ ટીમ પાંજરા અને સાધનો સાથે પહોંચી ગઈ હતી.અને નિરીક્ષણ કરી ટીમે જીવના જોખમે દોરડાના ફાંસલા કુવામાં નાખતા પરંતુ સિંહ ગુસ્સામાં હોય દોરડા દાંતથી કાપી નાખતો હતો. આ દ્રશ્ય જોવા લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર આવી ગયા હતા તેથી નવાબંદર મરીન પોલીસને બોલાવી લીધી હતી. સિંહ ગમે ત્યારે બહાર નીકળી લોકો ઉપર હત્પમલો કરે તેવી શકયતા હતી. એક કલાકની જહેમત પછી સિંહના પગમાં દોરડા ફસાઈ જતા તુરતં ઉપર ખેંચી અને પાંજરે પૂર્યેા હતો અને તેમને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો હતો. સિંહનો જીવ બચાવ્યો હતો. નવાબંદર વિસ્તારમા એક સિંહનું ગ્રુપ કાયમી રહેઠાણ બનાવી લીધું છે. આ વિસ્તારમા ખુલ્લ ા કુવા પેક કરવામાં આવે અને સિંહનો જીવ બચાવી લે તેવી સિંહ પ્રેમીઓમાં માંગ ઉઠી છે.