વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર ખેલાડીઓ માટે ઐતિહાસિક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થનાર આ ટુર્નામેન્ટ અંતર્ગત રાજકોટ સહિત રાજ્યનાં જુદા-જુદા 5 ઝોનમાં નોક-આઉટ સિસ્ટમથી ક્રિકેટ મેચ રમાશે. જેને કારણે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત IPL જેવી જમાવટ જોવા મળશે. જેમાં 320 ટીમોના 4800 ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. જેની ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી થશે. લીગની ફાઇનલ મેચ દુબઈમાં યોજાવાની છે. જેમાં વિજેતા ટીમને પાંચ લાખનું પુરસ્કાર આપવામાં આવશે.
પ્રથમ રાઉન્ડ નોક આઉટ પદ્ધતિથી રમાશે
આ ટુર્નામેન્ટનો વર્લ્ડ રેકોર્ડ થાય એ રીતે આયોજન થયું છે. સમગ્ર વિશ્વમાં કોઈ એક ગેમ માટે પાંચ સેન્ટરો પર 64-64 મળીને કુલ 320 ટીમો અને 4,800 ખેલાડીઓ ભાગ લેતા હોય તેવી આ સૌપ્રથમ ટુર્નામેન્ટ છે. જેને લઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ માટે એનરોલમેન્ટ કરવામાં આવ્યું છે જેનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. આ પાંચેય સેન્ટરો ઉપર પ્રથમ રાઉન્ડ નોક આઉટ પદ્ધતિથી રમાશે. જેમાં વિજેતા થનાર 2-2 ટીમનો લીગ રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે. તેમાં વિજેતા થનાર 2 ટીમની ફાઇનલ મેચ દુબઇમાં રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતા થનાર ટીમને રૂ. 5 લાખનું ઇનામ પણ આપવામાં આવનાર છે.
ફાઇનલમાં આવનારને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો મોકો
કાઠિયાવાડ જીમખાના ખાતે શરૂ થનાર આ મેચમાં આઠ હાઈ-માસ્ટ ટાવર, ભવ્ય કોમેન્ટ્રી બોક્સ તથા પ્લેયરર્સ ડગઆઉટ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. તેમજ ખેલાડીઓના ચોગ્ગા અને છગ્ગા તેમજ વિકેટને પણ ડીજેના સથવારે વધાવીને ખેલાડીઓના ઉત્સાહને પુશઅપ કરાશે. ટેનિશ ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે આ સુવર્ણ તક ઉભી થઈ છે અને ફાઈનલમાં રમનાર ટીમોને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો મોકો મળશે.
ગઈકાલે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા અને હિંમતનગર સેન્ટર પર ઉદ્ઘાટન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને આજથી વિધિવત મેચ શરૂ કરવામાં આવશે. ટુર્નામેન્ટમાં વિજેતા થયેલી દરેક શહેરની 2-2 ટીમની અમદાવાદ ખાતે લીગ મેચ યોજાશે. જેમાં વિજેતા થનાર 2 ટીમનો ફાઇનલ મેચ દુબઈમાં યોજાશે અને ફાઇનલમાં જીત મેળવનાર ટીમને રૂપિયા 5 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech