અમરેલી જિલ્લ ામાં ખેડૂતો વરસાદની રાહ જુએ છે ત્યારે ગઈકાલે બગસરા અને ધારી પંથકમાં વરસાદે મહેર કરી છે બગસરામાં ચાર ઈંચ વરસાદ પડા બાદ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા ત્યારે ધારીમાં દોઢ ઈંચ વરસાદ પડો હતો આ ઉપરાંત ખાંભાના ચકરાવા મોટા બારમણ ખાંભા પ્રોપર વગેરે વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડો હતો આ ઉપરાંત કુકાવાવ અને વડીયા પંથકમાં પણ વરસાદ પડાના અહેવાલ મળી રહ્યા છે ધારી તાલુકામાં ગોવિંદપુર ગામમાં મકાનની દીવાલો વીજળીના કડાકા ભડાકા થી ઉઠી હતી તેમજ બગસરા શહેર પણ કડાકા ભડાકા ના હિસાબે વીજળી પડવાનો ભય જોવા મળ્યો હતો અમરેલીની તરસ છીપાવતો ખોડીયાર ડેમ બીજીવાર છલકાયો છે એના પરિણામે તેમના બે દરવાજાઓ ખોલવામાં આવ્યા છે શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે અમરેલી શહેરમાં માત્ર ગત સાંજે એક હળવું જાપટુ પડું હતું શહેરમાં અસહ્ય બફારો હોય શહેરીજનો ઉકળાયા છે જન્માષ્ટ્રમી પર્વ સુધીમાં સાર્વત્રિક વરસાદની આશા બંધાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના કાલાવડમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
November 23, 2024 06:25 PMજો શરીરમાં આ લક્ષણો દેખાય છે,તો અવગણવા નહિ હોય શકે છે કેન્સર
November 23, 2024 05:33 PMઇલોન મસ્કે રાજા-મહારાજાઓને પણ હરાવ્યા, ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો કેટલી છે સંપત્તિ
November 23, 2024 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech