ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે વરસાદની આગાહી વચ્ચે શહેર અને વલભીપુરમાં હળવા ઝાપટા પડ્યા હતા.મેઘરાજાએ બપોર સુધી રજા રાખી હતી.મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી થતા નગરજનોએ ગરમી અનુભવી હતી.જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી હતી.ભાવનગર જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ભાવનગર જિલ્લામાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ભાવનગર શહેર અને વલભીપુરમાં હળવા ઝાપટા પડ્યા હતા.આથી બંને સ્થળોએ એક -એક મિ.મી. વરસાદ નોંધાયો હતો.ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.સામાન્ય વરસાદ થયો હોવાથી હજી ઠંડક થતી નથી.
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન વધીને ૩૫.૮ ડિગ્રી રહયું હતું.આથી ગરમીથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે પરંતુ મન મુકીને વરસતા નથી.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન ૧.૧ ડિગ્રી વધીને ૩૫.૮ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન આંશિક ૦.૨ ડિગ્રી વધીને ૨૭.૨ ડિગ્રી નોંધાયુ હતુ. આજે ગુરૂવારે સવારે ભેજ ૮૮ ટકા રહયો હતો. આથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. જ્યારે પવનની ઝડપ આજે સવારે ૮ કિ.મી. રહી હતી. શ્રાવણ માસના મધ્યમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં દેશભકિત છવાઈ : આન–બાન–શાન સાથે તિરંગો લહેરાયો
January 27, 2025 11:09 AMજે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ જયેશ રાદડિયા
January 27, 2025 10:54 AMબીચ ફેસ્ટીવલમાં લોકકલાકારો રાજભા ગઢવી, અપેક્ષા પંડયાએ લોકોને ડોલાવ્ય
January 27, 2025 10:54 AMબાંગ્લાદેશને ઝટકો, અમેરિકા સહાય આપવાનું બંધ કરશે
January 27, 2025 10:48 AMઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech