જામનગરમાં મોટરસાયકલ ચોરીનો ગુનો સીટી-એ પોલીસે શોધી કાઢયો છે, એક શખ્સને પકડી પાડી વધુ પુછપરછ કરી હતી.
શહેરમાં વાહનચોરીના અનડીટેકટ ગુના શોધી કાઢવા એસપી દ્વારા સુચના કરવામાં આવતા સીટી-એ પીઆઇ એન.એ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એન. રાઠોડ અને સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન સ્ટાફના ઋષીરાજસિંહ જાડેજા તથા રાકેશભાઇ ચૌહાણને અંગત બાતમી મળેલ તેમજ કમાન્ડ ક્ધટ્રોલના સીસી ફુટેજ આધારે આ દિશામાં તપાસ કરતા એક શખ્સ મોટરસાયકલ નં. જીજે૧૦ડીબી-૫૦૨૯ લઇને બેઠક તરફથી નુરી ચોકડી તરફ આવે છે જે હકીકત આધારે પોલીસે જામનગરના તાલુકા પંચાયત રબારી ચોક ખાતે રહેતા વેપાર કરતા દિપક ઉર્ફે પપ્પુ પશુપતીનાથ મુદલીયા નામના મદ્રાસી શખ્સને પકડી લીધો હતો.
મોટરસાયકલ સાથે મળી આવતા આ બાબતે પુછપરછ કરી સીટી-એ ડીવીઝનના ગુનાના કામે કબ્જી કરી વાહનચોરીનો ગુનો શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
***
શહેરના એસ.ટી રોડ પરથી મોટરસાયકલની ઉઠાંતરી
જામનગરના એક યુવાનનું એસટી રોડ પરથી મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં કબીર આશ્રમ રોડ પર ક્રિષ્ના પાર્ક કોલોનીમાં રહેતા અને સફાઈ કામ કરતા વિમલભાઈ તુલસીદાસ નારોલાએ પોતાનું મોટરસાયકલ નં. જીજે૧૦ડીબી-૫૦૨૯ ગત તા. ૧૫ રાત્રીના સુમારે એસટી ડેપો રોડ પર એક ખાનગી હોસ્પિટલ પાસે પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈ શખ્સો બાઈક ચોરી કરી ગયાની સીટી-એમાં ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech