જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગતવર્ષ રામનવમીના દિવસે પરપ્રાંતીય પરીવારની અઢી વર્ષની બાળકીની ત્યાં કારખાનાંમાં રહેતો અને મજૂરી કરતા શખ્સનો દુષ્કર્મનો ઇરાદો પાર ન પડતાં બાળકીને મોઢે ડૂમો દઈ માા પર પથ્ર મારી હત્યા નિપજાવી હતી. આ ગુન્હાનો કેસમાં સેશન્સ જજે આરોપી શખ્સને આજીવન કેદની સજા અને ત્રીસ હજાર જેવો દંડની સજા કરી હતી.
જેતપુર શહેરના સામાકાંઠા ઔદ્યોગિક એકમ જનકલ્યાણી વિસ્તારમાં ગતવર્ષ ૩૦ માર્ચના રામનવમીના દિવસે બપોરના સમયે એક પરપ્રાંતીય પરીવારની અઢી વર્ષની બાળકી ગુમ ઈ ગઈ હતી. જેી બાળકીના માતાપિતા હાંફળા ફાંફળા ઈ બાળકીની સાંજ સુધી શોધખોળ કરી પરંતુ બાળકીનો ક્યાંય પતો ન લાગતા પોલીસને જાણ કરી હતી. ઘણી શોધખોળના અંતે બાળકીના ઘરી થોડે જ દૂર એક ખુલ્લા મેદાનમાં બોઇલરમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવાતા લાકડાઓની વચ્ચે એક પ્લાસ્ટિકની કોળી નજરે પડતા પોલીસે તે ખોલીને જોતા તેમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
બીજીબાજુ બાળકીનો મૃતદેહ વસુંધરા પ્રીન્ટ નામના સાડીના કારખાનાના મેદાનમાં રાખેલ લાકડાઓમાંથી મળતાં પોલીસે બાળકીના ઘરી વસુંધરા પ્રીન્ટ સુધીના વિસ્તારમાં આવેલ કારખાનાઓના સીસીટીવી કેમેરા જોતા એક કેમેરામાં સાંજના ૫:૦૨ મિનિટ બાળકી દુધિયા કલરનું શર્ટ પહેરેલ એક શખ્સ સો જતી જોવા મળી હતી. જેી પોલીસે વસુંધરા પ્રીન્ટ કારખાનાના છ થી સાત જેટલા મજૂરોને પૂછપરછ માટે બોલાવેલ જેમાં સીસીટીવી કેમેરામાં નજરે પડતા કપડાં અને દેખાવ ધરાવતા શખ્સ રાજેશ ચૌહાણ મૂળ બિહારના નાલંદા જીલ્લાના રઘુનાપરાના વતની શખ્સની પોલીસે પૂછપરછ હા ધરી. જેમાં આ શખ્સે કબૂલાત આપેલ કે , રામનવમીનીકારખાનામાં રજા હોવાી હોવાી બીજા કારખાનાઓ બંધ હતા અને બધું સુમસમ હતું. તેવામાં તેના મનમાં વાસનાનો કીડો સળવળતા રાજેશને કારખાનાથી થોડે દુર એક બાળકી રમતી નજરે પડી હતી. તે બાળકીને ભાગ આપવાની લાલચ આપી કારખાનામાં લઈ ગયેલ અને બાળકી સો દુષ્કર્મની કોશિષ કરતા બાળકીએ રાડારડ કરી મૂકી જેી બાળકીનો અવાજ બહાર ન જાય તે માટે રાજેશે બાળકીના મોઢે મુંગો દઈ માામાં પથ્ર મારી હત્યા નિપજાવી નાંખી. અને બાળકીના મૃતદેહને સગેવગે કરવા પ્લાસ્ટિકની કોળીમાં લાશ મૂકી લાકડાઓની વચ્ચે સંતાડી દીધી હતી. પોલીસે બાળકીના પિતાની ફરીયાદ પરી આરોપી રાજેશ સામે આઈપીસી ૩૦૨, ૨૦૧, ૩૬૩, ૩૭૬(એ) (બી), ૫૧૧ તા પોકસો હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ ધૃણાસ્પદ બનાવનો કેસ જેતપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કેતન પંડ્યાએ ૧૪ સાહેદો અને ૫૫ જેટલા દસ્તાવેજી પુરાવા સોની દલીલ રજૂ કરતા સેશન્સ જજ એલ.જી. ચુડાસમાએ આરોપી રાજેશ ચુડાસમાને તમામ કલમ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. અને આરોપી રાજેશને આજીવન કેદ અને ૨૮ હજાર રૂપિયાનો દંડની સજા કરી હતી. બાળકીના માતાપિતાને ગુજરાત વિકટીમ કમ્પન્સેશન સ્કીમ ૨૦૧૯ની જોગવાઈ અંતર્ગત બે લાખ રૂપિયા વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સહાય મંડળને ભલામણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:48 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech