આંબલા ગામે થયેલી હત્યા કેસમાં એકને આજીવન કારાવાસ

  • October 25, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોર તાલુકાના આંબલા ગામે યુવતિ સાથે પ્રેમ-સબંધ હોય જે યુવતિની સગાઈ અન્ય સ્થળે થઈ ગયાના મામલે બંન્ને પક્ષે સર્જાયેલી મારામારીમાં એકની હત્યા થઈ હતી. આ અંગે બંન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી. જે અંગેના કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે હત્યાના આરોપીને આજીવન કારાવાસ જ્યારે અન્ય કેસમાં બે આરોપીને સાત વર્ષની કેદની સજા ભોગવવા હૂકમ કર્યો હતો. 
કેસ અંગેની ઉપલબ્ધ ટૂંક વિગતો મુજબ સુરતમાં રહેતા યોગેશભાઈ દિલીપભાઈ વાઘેલા (ઉં.વ.૨૦)એ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. ૨૩-૨-૨૦૦૨નાં રોજ આંબલા ગામે ખારડી વિસ્તારમાં રહેતા કિશન પ્રવીણભાઈ ચૌહાણ, વિમલ મુકેશભાઈ ચૌહાણ અને મુકેશ વાઘજીભાઈ ચૌહાણ સાથે અશ્ર્વિનભાઈ દિલીપભાઈ વાઘેલાને યુવતિ સાથે પ્રેમ-સંબધ હોય પરંતુ યુવતિની અન્ય સ્થળે સગાઈ થઈ હોવાના મામલે સર્જાયેલી મારામારીમાં અશ્ર્વિનભાઈ વાઘેલાનું મોત નિપજયું હતું. આ અંગે સિહોર પોલીસે ઉપરોક્ત શખ્સો સામે હત્યા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application