ખંભાળીયા શહેરને લીલુછમ હરિયાળું બનાવવાની તજવીજ શરૂ
ખંભાળીયા શહેરને લીલુછમ હરિયાળું બનાવવા માટે ગ્રીન ખંભાળીયા નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. આ વખતે શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો જતો જોવા મળ્યો હતો દેશભરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે આનું એકમાત્ર નિવારણ વૃક્ષો વાવીએ અને તેનો ઉછેર કરીએ ખંભાળિયા શહેર અને તેમજ આજુબાજુ વિસ્તારોમાં પર્યાવરણ બચાવવાની નેમ સાથે ખંભાળિયામાં જાગૃત અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ખંભાળિયામાં ગ્રીન ખંભાળિયાની સ્થાપના કરી આજરોજ શ્રી ગણેશ કરવામાં આવેલ.
ખંભાળીયામાં આવેલ પ્રાચીન પવિત્ર શિવમંદિર એવા શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે આજરોજ આશરે 50 જેટલા વૃક્ષો અને ફુલોના રોપાનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું પર્યાવરણ રક્ષક અને દેવાધિદેવ મહાદેવને દ્વિપ એવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું આ તકે આજરોજ ગ્રીન ખંભાળીયાના ડો પડિયા , ધીરેનભાઈ બદીયાણી, કિરીટભાઈ મજીઠીયા, શૈલેષભાઈ કાનાણી, પરબતભાઇ ગઢવી,ડો. રિધ્ધિશ પડીયા, કિશોરભાઈ ભાયાણી, હરેશભાઇ રાયચુરા, ડો.સાગરભૂત, હાર્દીકભાઈ પંડ્યા હાજર રહેલ હતા. સમગ્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ શ્રદ્ધા નર્સરીવાળા ગજેરાભાઈએ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતો.
આગામી દિવસોમાં ખંભાળિયા શહેર અને આજુબાજુ વિસ્તારને લીલુંછમ બનાવવા માટે શહેરના અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ, સામાજિક સંસ્થાઓને જોડવામાં આવશે ગ્રીન ખંભાળીયા સંસ્થા તરફથી અપીલ કરવામાં આવે છે કે ખંભાળીયા શહેરનો દરેક જાગૃત નાગરિક આ સંસ્થા સાથે તન મન ધનથી જોડાય અને સંસ્થાને મજબૂત કરે અને ખંભાળિયા ને ગ્રીન ખંભાળિયા કરવા માટે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech