રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તા.૬–૨–૨૦૨૪થી ૨૫–૨–૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૬–૨–૨૦૨૪ના રોજ દરેક વોર્ડમાં બે જુદા જુદા રૂટ પર સવાર અને બપોર બાદ આ યાત્રા દ્રારા લોકોને માહિતગાર કરવામાં આવનાર છે. સવારના ૯–૩૦ કલાકે, વોર્ડ નં.૩, આર.એમ.સી. શાળા નં.૯૮, સંતોષીનગર પ્રાથમિક સ્કુલ, રેલનગર પાણીના ટાંકા પાસે, ૮૦ ફટ રોડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારભં મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવેલ. યારે બપોર બાદ ૩–૩૦ કલાકે વોર્ડ નં.૩, માધાપર તાલુકા શાળા, ક્રાઈસ્ટ હોસ્પિટલની બાજુમાં, માધાપર ખાતે યોજવામાં આવશે.
મેયર નયનાબેન પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વોર્ડ નં.૩ના કોર્પેારેટર અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઈ ઉધરેજા, વોર્ડ નં.૩ના પ્રભારી પૂર્વેશભાઈ ભટ્ટ, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી અભયભાઈ નાંઢા, ડો.હેમતં અમૃતિયા, શિક્ષણ સમિતિ સભ્ય હિતેશભાઈ રાવલ, શહેર ભાજપ મંત્રી ઇલાબેન પડીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ.આર.પટેલ, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઈન્ચાર્જ વિજયભાઈ પાડલીયાતથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીકર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજે પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી તેને પારદર્શિતા રાખેલ છે. નરેન્દ્ર મોદીએ લોક ઉપયોગી યોજનાઓ બનાવી છે એટલું જ નહી યોજના બનાવી સીધો લાભાર્થીને લાભ અપાવ્યો છે. બહેનોને ચિંતા કરી છે એટલે જ રસોડામાં ચૂલાની જગ્યાએ અત્યારે અધતન ગેસની લાઈન અપાવેલ છે.આવાસ યોજના મારફત લોકોને ઘરનું ઘર મળે તેની પણ ચિંતા કરેલ છે. લાભાર્થીને યોજનાનો લાભ મળી રહે તે હેતુથી યોજનાકીય કેમ્પ જેવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. સરકારની વિવિધ યોજનાઓ માટે હવે નાગરિકે કયાય જવાની જરૂર નથી. સરકાર તેમની તમામ યોજનાઓ સાથે આપણા દ્રારે આવે છે. સૌ સાથે મળીને જેમ પ્રથમ તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવી હતી એવી જ રીતે આ બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પણ સફળ બનાવીએ. આ તકે પંકિત કહત્પં છું કે, ચલો જલાયે દીપ વહાં, જહાં આજ ભી અંધેરા હે કાર્યક્રમની શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા શાબ્દિક સ્વાગત કરી આ કાર્યક્રમની રૂપરેખા જણાવતા કહેલું કે, પ્રથમ તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સફળતા બાદ બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાની આજથી શરૂઆત કરવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં આશરે ૭૦,૦૦૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધેલ. તેવી જ રીતે બીજા તબક્કામાં પણ વધુમાં વધુ નાગરીકો લાભ લે તેવો અનુરોધ કં છું. સરકારની વિવિધ યોજનાઓનો સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત આપના વોર્ડમાં યોજનાકીય કેમ્પ મારફત લાભ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech