ઇફકોની ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરંતુ ભાજપનું આંતરિક રાજકારણ શાંત થવાના બદલે ઊલટાનું વધુ ગરમ થયું હોય તેવા સંકેતો ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની રાજકોટ અને અમરેલીની મુલાકાત બાદ ઉપસી રહ્યું હોય તેવું જણાય છે.
શનિવારે દિલીપભાઈ સંઘાણી રાજકોટ આવ્યા ત્યારે તેને આવકારવા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સહકારી ક્ષેત્રના આગેવાન અને જયેશભાઈ રાદડિયાના કટર હરીફ એવા પરસોતમભાઈ સાવલિયા માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા શહેરના ભાજપના ઉપપ્રમુખ હિતેશભાઇ ઢોલરીયા કેતનભાઇ રામાણી પૂજાબેન પટેલ જેવા અનેક આગેવાનો તેમની સાથે જોવા મળ્યા હતા.
રાજકોટમાં મેનડેટના મામલે પત્રકારોએ જયારે દિલીપભાઈ સંઘાણીને પૂછયું ત્યારે તેમણે જણાવ્યું હતું કે હત્પં આ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળવાનો છું. આવી જ રીતે ગયા શનિવારે જયેશભાઈ રાદડિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં મન્ડેટની જર રહેતી નથી. ભાજપના સત્તાવાર ઉમેદવાર હારી ગયા અને બળવાખોર જયેશ રાદડિયા ચૂંટાઈ ગયા તે બાબતને લઈને ભાજપમાં આંતરિક રાજકારણમાં ભારે ધમાસાણ મચી ગયું છે. સંઘાણીને માત્ર એક મંત્રીએ એકસ ઉપર ટિટ કરીને અભિનંદન પાઠવ્યા છે અને બાકી મોટા ભાગના ભાજપના આગેવાનો મૌન ધારણ કરીને બેસી રહ્યા છે. રાજકોટથી નીકળીને સંઘાણી અમરેલી ગયા હતા અને ત્યાં પોતાના ૭૦ માં જન્મદિવસની ઉજવણી અને ચેરમેન તરીકેની જીત પછી શકિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે આ સંમેલનમાં ભાજપના પાંચ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. સહકારી ક્ષેત્રના આગેવાનો કહે છે કે માત્ર સંઘાણી જ નહીં પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક સહકારી આગેવાનો પણ પાટીલની મેન્ડેટ સિસ્ટમ સામે પ્રથમથી જ નારાજ હતા અને હવે ધીમે ધીમે આવવા નેતાઓ પણ મેનડેટ પ્રથા સામે બોલવાનું શરૂ કરશે. આમાં ખરેખર તેમની લડાઈ મેન્ડેટના મામલે છે કે 'કહી પે નિગાહે, કહી પે નિશાના' જેવું છે ? તે સવાલનો જવાબ ભાજપના આંતરિક રાજકારણમાં આગામી દિવસોમાં મળી જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech