મોડી રાત્રે જીવાઈદોરી રિઝર્વ વિસ્તારમાં દીપડાનાં આંટાફેરા: ફોરેસ્ટ ટીમની પાંજરે પુરવા કવાયત

  • September 09, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ પંથકમાં દીપડો દેખાયો તાલુકાના કમરકોટડાથી શ્રીનાથગઢની વચ્ચે ભાદર નદીના કાંઠે ગત મોડી રાત્રે જીવાઈ દોરી રિઝર્વ ફોરેસ્ટ (અનામત જંગલ) વિસ્તારમાં દીપડો (નર) દેખા દીધી હતી ખેડૂતને દીપડો દેખાયો હતો ખેડૂતે મોબાઈલમાં દીપડાનો વીડિયો રેકોર્ડ કર્યેા હતો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગના  દીપકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ એચ.એમ.જાડેજા, ટ્રેકર ટિમ સાથે સ્થળ પર પોહચ્યા હતા અને દીપડાના પંજાના નિશાન પર શોધખોળ હાથ ધરી હતી હાલ સુધી કયાંય પણ મારણ કયુ હોય તેવું જાણવા મળી રહ્યું નથી.
છેલ્લ ા કેટલાંક સમયથી રાજકોટ જિલ્લ ામાં સતત અવર–જવર કરી રહેલા ગિરનાર અને કુંકાવાવ રેવન્યુ વિસ્તારમાં સિંહો અને દીપડાઓ હવે વધીને ટૂંકાગાળામાં જ રાજકોટ જિલ્લ ાનાં ગોંડલ અને જેતપુર પંથકમાં કાયમી વસવાટ થઈ જાય તેવા નિર્દેશો  ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના  દીપકસિંહ જાડેજાની ટીમ દ્રારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતર માંજ સરકાર દ્રારા રાજકોટ જિલ્લ ાનાં અમૂક તાલુકાઓનો બ્રૃહદ ગીરમાં સમાવેશ કરાયો છે. જેમાં ગોંડલ અને જેતપુર તાલુકાનો પણ સમાવેશ થાય છે.
સિંહો અને દીપડાઓ સ્થાયી થાય અને વિવિધ પ્રકારની વન વિભાગની યોજના થી ખેડૂતોને પણ લાભ થઇ શકે છે જેમ કે કુવા બાંધવા, રાત્રી દરમિયાન પાણી વાળવાનું થતું હોય તેને લઈને યોજના માં લાભ મળી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News