ઉનાના ભાચા વાડી વિસ્તારમાં દીપડી કૂવામાં ખાબકી: રેસ્કયુ કર્યું

  • July 13, 2024 03:27 PM 

ઉનાના ભાચા ગામે એક ખેડૂતનાં ખેતરમાં શિકારની શોધમાં આવેલ દીપડી અચાનક કૂવામાં ખાબકી હતી. જે અંગેની જાણ ખેડૂતે વન વિભાગે કરવામાં આવતા વન વિભાગ રેશક્યુ ટીમ, ફોરેસ્ટ અધિકારી સહીત સ્ટાફ સો ઘટના સ્ળે દોડી જઇ કુવામાં પાંજરૂ ઉતરી દીપડીને સહિસલામત રીતે બહાર કાઢી જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ ખસેડવામા આવેલ છે. 


ભાચા ગામે આવેલ દાનાભાઇ બીજલભાઇ વંશની વાડીના કુવામાં વન્યજીવ દીપડી પડેલ હોવાની જાણ વન વિભાગના સ્ટાફને કરવામાં આવતા ગીર(પુર્વ) વન વિભાગ ઘારી હેઠળની જસાધાર રેન્જના વનવિભાગની ટીમના રાજદિપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક ઘારી, એમ.આર.ઓડેદરા, મદદનિશ વન સંરક્ષક ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ એલ.બી.ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાધાર, જસાધાર રાઉન્ડના સનિક સ્ટાફ તા ટ્રેર્કસ ટીમ સો તાત્કાલીક ઘટના સ્ળ પર દોડી ગયા હતાં. અને ઘટના સ્ળે પહોચી સ્ળ ચકાસણી કરતા આકસ્મીક વન્યજીવ દીપડી કુવામાં પડેલ હોવાનુ ઘ્યાને આવતા તાત્કાલિક દીપડીનું રેસ્ક્યું કરવા માટે કુવામાં પાંજરૂ ઉતારી દીપડીને કલાકની જહેમત બાદ જીવંત સહી સલામત રીતે કુવામાંી બહાર કાઢવામાં આવી હતી અને હાલ આ દીપડીને જસાધાર ખાતેના વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ઓબર્ઝવેશન માટે ખસેડવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application