૨૯-૨ સુધી ધારાસભ્ય કાર્યાલય ખાતે મળી શકશે નહીં
ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આજથી શરુ થઇ રહ્યું છે જેના ભાગરુપે ૮૦ જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઇ ખવા ગાંધીનગરમાં બજેટસત્રમા૦ ઉપસ્થિત રહેશે. ચુંટાયા બાદ હેમંત ખવા દ્વારા પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે પ્રવાસ કરી લોકોની સમસ્યા અને જે તે ગામડાની પરિસ્થિતિ પારખી હતી અને ગત વર્ષે બજેટ સત્રમાં જામજોધપુર લાલપુર વિસ્તારના અનેક પ્રશ્ર્નો જેવા કે લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે જામજોધપુરમાં નવી સબડીસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવવા માટે ખેડુતોને સિંચાઇ ક્ષેત્રે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે નવા ડેમો બનાવવા માટે સમગ્ર વિસ્તારોની કાચી કેનાલોને પાકી કરવા માટે, વર્ષોથી પડતર રહેલ ઝીણાવારી ગામે નવો ડેમ બનાવવા માટે, ખરાબ રોડ રસ્તાઓ તેમજ સ્ટ્રકચર મંજુ કરાવવા માટેના વિવિધ પ્રશ્ર્નો વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રોડ રસ્તાઓ મુદે અનેક વખત રજુઆતો અને આંદોલનો કરવામાં આવ્યા હતા જેના પરિણામે તાજેતરમાં જ જામજોધપુર લાલપુર વિસ્તારના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે ૪૫ કરોડની માતબર રકમના રસ્તાઓ ધારાસભ્ય હેમંત ખવા દ્વારા મંજુર કરાવવામાં આવ્યા હતા.
શરુ થતા ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં ફરી એક વખત હેમંત ખવા દ્વારા જામજોધપુર લાલપુર પંથકના તમામ પ્રાણપ્રશ્ર્નોને ફરી એક વખત વિધાનસભામાં રજુ કરવામાં આવ્યા છે. વિધાનસભાના ફલોર પર મુકેલા આ પ્રશ્ર્નોની ચર્ચાના પગલે ધારાસભ્ય હેમંતભાઇ ખવા ગાંધીનગર હાજર રહેશેઆથી પોતાના મત વિસ્તારમાં કાર્યરત કાર્યાલય ખાતે આગામી તા.૧-૨-૨૦૨૪થી ૨૯-૨-૨૦૨૪ દરમ્યાન મળી શકશે નહીં. જયારે જામજોધપુર કાર્યાલય મો. નં. ૯૭૨૬૭ ૧૦૪૦૩ અને લાલપુર કાર્યાલય મો.નં. ૯૫૩૭૯ ૧૦૪૦૩ રાબેતા મુજબ ચાલુ રહેશે જેનો સંપર્કકરવા ધારાસભ્યના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.
***
સફાઇ કર્મીઓને કાયમી કરવા માંગ
જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાયમી સફાઇ કર્મચારીઓના સેટઅપમાં હાલ ઘણા સમય થયા ૬૦ થી ૬૫ જગ્યાઓ ખાલી પડેલ છે. જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડદ્વારા ૮૭ જગ્યા મંજુર થયેલછે.
કાયમી સફાઇ કર્મચારીઓના મંજુર થયેલ સેટઅપમાં ખાલી પડેલ જગ્યા ૬૦ થી ૬૫ અને સંદર્ભીત જનરલ બોર્ડના ઠરાવથી મંજુર થયેલ જગ્યા ૮૭ ખાલી પડેલ અને મંજુર થયેલ જગ્યા ઉપર હાલમાં ફરજ બજાવતાં રોજમદાર સફાઇ કામદારોએ કાયમીના હક્કોથી વંચિત રાખી આપના દ્વારા ઔદ્યોગિક વિવાદ અધિનિયમ ૧૯૪૭ની પાંચમી અનુસુચિના આઇટેમ નં. ૧૦ નો ભંગ કરી અયોગ્ય મજુર પ્રથા આચરવામાં આવી રહેલ છે. આ બાબતે કમિશનરને સતીશપરમાર દ્વારા રજુઆત કરવામાં આવી છે. કાયમી સફાઇ કર્મચારીઓના સેટઅપમાં ખાલી પડેલજગ્યા ૬૦ થી ૬૫ જગ્યા અને સંદર્ભીત ખાલી પડેલ જગ્યા ૮૭ ટોટલ કુલ મળી ૧૫૦ જેટલા રોજમદાર સફાઇ કર્મચારીઓને સીનીયોરીટી લીસ્ટ મુજબ કાયમી સફાઇ કર્મચારી તરીકે નિમણુંક આપવા અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech