યુનિવર્સિટી રોડ પર વસતં માર્વેલ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેતી શિક્ષિકા પરિણીતાએ યુનિ.ના ગેઇટ પાસે આવેલા શિલ્પન રેવા એપાર્ટમેન્ટમાં રહેતા પતિ સામે ક્રીધનમાં મળેલ ૨૦ તોલા જેટલું સોનું ઓળવી ગયા અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટી વિસ્તારમાં વસતં માર્વેલ એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ વર્ષથી માનસિક બીમાર પુત્ર સાથે રહેતી શિક્ષિકા સ્નેહાબેન(ઉ.વ ૩૬) નામની પરિણીતાએ યુનિવર્સિટીના ગેટ પાસે શિલ્પન રેવા એપાર્ટમેન્ટમાં રહેતા પતિ કેયૂર જમનભાઇ મણવર સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ગોંડલ સરકાર શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.તેના લ છ વર્ષ પૂર્વે કેયૂર સાથે થયા હતાં.લજીવન થકી સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે જે માનસિક બીમાર છે.
લ બાદ ફરિયાદી કાંગશિયાળી રહેવા ગયા હતા. ચાર વર્ષ રહ્યાં બાદ કાંગશિયાળીનું મકાન વેચીને રાજકોટ રહેવા આવ્યા હતા. પુત્રને જન્મથી જ ગંભીર બીમારી હોય માસિક ખર્ચ ૩૫ હજારનો હતો. બાદમાં પતિ પોતાને તેમજ પુત્રને મૂકીને જતા રહ્યાં હતા. પરિણીતાએ પતિ સહિતના સાસારીયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.તે સમયે પતિએ ક્રીધનમાં આપેલા દાગીના પરત આપી દેવાની ખાતરી આપી હતી.બાદમાં પતિને આપેલો પોતાનો કરિયાવર અનેક વખત માગવા છતાં પરત નહિ કરતા ૨૦ તોલા જેટલુ સોનું પતિ ઓળવી ગયા અંગે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની કલમ ૪૦૬ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
જયારે અન્ય એક કિસ્સામાં રૈયા ગામ ૧૦૦ વારિયા પ્લોટમાં છેલ્લા છ વર્ષથી જોડિયા બાળકો સાથે માવતરે રહેતી યોતિબેન(ઉ.વ ૩૦) નામની પરિણીતાએ કાલાવડના આણંદપર ગામે રહેતા પતિ સંજય, સસરા નાગજીભાઇ દેવજીભાઇ ધમ્મર અને સાસુ જયાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, સંજય સાથે ૨૦૧૫માં લ થયા છે. લના ત્રણ મહિના દાંપત્યજીવન સરખું ચાલ્યા બાદ પોતે બીમાર પડતા સારવાર કરાવવા હોસ્પિટલ લઇ જવાને બદલે પિયર મૂકીને જતા રહ્યાં હતા. બાદમાં માતા–પિતા સમાધાન કરાવી સાસરે મોકલી દેતા હતા. ત્યાર બાદ પતિ દા પીને ઘરે આવી પોતાને માર મારતા હતા.
સાસુ રસોઇ મુદ્દે જેમ તેમ ગાળો ભાંડી નોકરાણીની જેમ રાખતા હતા. લ બાદ પોતાને સંતાન ન હોય સાસુ–સસરા અવારનવાર મેણાં મારી હેરાન કરતા હતા. પરિણીતા સગર્ભા થતા ફરી પતિ પિયર મૂકી ગયા હતા.પિયરમાં સારવાર કરાવ્યા બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પિતાએ પતિ તેમજ સસરાને પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય હવે પછીનો ખર્ચ તમે ઉપાડજો તેમ કહેતા પતિએ પોતાની સાથે ઝઘડો કર્યેા હતો. જોડિયા બાળકોના જન્મ બાદ પતિ કે સાસુ–સસરાએ પોતાની કોઇ દરકાર લીધી ન હતી.વારંવારના ઝઘડાથી કંટાળી પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech