કેન્દ્રીય બજેટને આવકારતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો તથા હોદ્દેદારો

  • July 24, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ બજેટ લોકોની સુખાકારીમાં વધારો કરી, દેશને સિદ્ધિના શિખર સુધી લઈ જશે તેવો મત



દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ગઈકાલે રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ આવકારી, અને આ બજેટને વિકાસલક્ષી તેમજ આમ જનતા માટે ફાયદા રૂપ ગણાવ્યું છે. સતત સાતમી વખત બજેટ પેશ કરી અને દેશમાં અનોખો વિક્રમ સર્જનારા નિષ્ણાત અર્થશાસ્ત્રી અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા મંગળવારે દેશની જનતા સમક્ષ રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટમાં સામાન્ય જનતા માટે ટેક્સમાં રાહત, ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ, શિક્ષણ તેમજ ઉદ્યોગ ધંધા માટેના આકર્ષક પગલાંઓ સાથે રોજગારીના સર્જનની વિપુલ તકો પણ દર્શાવવામાં આવી છે.


આ બજેટથી સામાન્ય લોકોની બચતમાં વધારો થવા ઉપરાંત બેરોજગારીમાં ઘટાડો અને વેપારીઓને વિવિધ પ્રકારના ફાયદાઓ થનાર છે. આટલું જ નહીં, આ બજેટથી હિન્દુસ્તાનને વિશ્વના ત્રીજા નંબરના અર્થતંત્ર તેમજ આગામી દાયકાઓમાં મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરતું આ મહત્વનું પગલું હોવાનો સુર ખંભાળિયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને આગેવાનોએ વ્યક્ત કર્યો છે.

આ અંગે દેવભૂમિ દ્વારકા જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયતના પી.એસ. જાડેજા, જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, શહેર મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, ડો. અમિતભાઈ નકુમ, દિનેશભાઈ દતાણી, રાજુભાઈ ભરવાડ, વિગેરેએ આ બજેટને આવકારી, ઉજવળ ભવિષ્યનો દ્રઢ આશાવાદ વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application