સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વકીલોને ઉનાળાની ઋતુમાં કાળો કોટ તેમજ બ્લેક ગાઉન ન પહેરવા માટે છૂટ હોવી જોઈએ.જે માટે એડવોકેટ એકટ ૧૯૬૧ના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં માગણી કરવામાં આવી છે કે ઉનાળામાં વકીલો જે રીતે પોશાક પહેરે છે તેમાં બદલવ કરવાની જર છે.
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઉનાળાની ઋતુમાં વકીલો માટે કાળા કોટ અને ગાઉનની આવશ્યકતામાં રાહત આપવામાં આવે.વકીલોના ડ્રેસ કોડ અંગેના નિયમો છે અને તેથી જ તેઓએ કાળા કોટ, ગાઉન વગેરે પહેરવા પડશે.પિટિશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એક કમિટી બનાવવામાં આવે અને કમિટીમાં મેડિકલ એકસપર્ટ હોય અને વકીલોએ ઉનાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ તેની તપાસ કરવામાં આવે જેથી તેમના કામ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય.
ટ્રેડિશનલ ડ્રેસમાં છૂટછાટ આપવી જોઈએ
સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ કહ્યું છે કે ટ્રેડિશનલ ડ્રેસમાં છૂટછાટ આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશભરના રાયોમાં સ્થિત બાર કાઉન્સિલને તેમના રાયમાં ઉનાળો કયારે છે તે જણાવવા માટે નિર્દેશ આપવામાં આવે જેથી તે મહિનામાં કાળા કોટ અને ગાઉનમાંથી મુકિત મળી શકે.અરજદારે કહ્યું કે કાળો રગં ગરમીને શોષી લે છે અને આ રંગના કપડાને કારણે વકીલોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે આ સલામત કામ કરવાની સ્થિતિમાં કામ કરવાના અધિકારનું ઉલ્લંઘન છે.
ભારતીય એડવોકેટ એકટ શું કહે છે?
વરિ વકીલ કે. ના. મનન જણાવે છે કે ભારતમાં એડવોકેટ એકટ ૧૯૬૧માં બન્યો હતો. આ અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટ તેમજ ટિ્રબ્યુનલમાં વકીલો માટેનો ડ્રેસ નક્કી કરવામાં આવ્યો છેઆ અંતર્ગત એવો નિયમ નક્કી કરવામાં આવ્યો છે કે પુરૂષ એડવોકેટે કાળા બટનવાળો કાળો કોટ, કાળી શેરવાની અને સફેદ પટ્ટી પહેરવી પડશે અને કાળું કે સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પહેરવું ફરજિયાત રહેશે. જ્યારે મહિલા વકીલોએ સફેદ અને કાળી સાડી, કાળી ફુલ કે હાફ સ્લીવ બ્લાઉઝ, લાંબો સફેદ અને કાળો સ્કર્ટ પહેરવો પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMદક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના હજુ પણ રહસ્યમય! બ્લેક બોક્સમાંથી છેલ્લી 4 મિનિટની રેકોર્ડિંગ ગાયબ
January 12, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech