વેશ્યાગૃહ શરૂ કરવા મંજૂરી માટે વકીલની અરજી, હાઈકોર્ટે પૂછયું, કયાંથી ડિગ્રી લીધી

  • July 26, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મદ્રાસ હાઈકોર્ટે એક અરજીકર્તા તરફથી તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં વેશ્યાગૃહ શરૂ કરવા માટે સુરક્ષાની માંગણી કરતી અરજી દાખલ કરવા પર આશ્વર્ય વ્યકત કયુ હતું. અરજદારે પોતાને વકીલ ગણાવ્યો હતો. વકીલે આ અરજી દાખલ કરીને તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી.એક રિપોર્ટ અનુસાર, જસ્ટિસ બી પુગલેંધીની ખંડપીઠે પુખ્તવયના સહમતિથી શારીરિક સંબધં બાંધે તેવા અધિકારોના આધાર પર અરજીકર્તા તરફથી પોતાના કાર્યેાનો બચાવ કરવા પર અસહમતિ વયકત કરી હતી. આ સાથે હાઈકોર્ટે બાર કાઉન્સિલને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે માત્ર નામાંકિત લો કોલેજોના સ્નાતકો જ એડવોકેટ તરીકે નામાંકિત કરવામાં આવે.
મદ્રાસ હાઈકોર્ટે વકીલની અરજીને ફગાવી દીધી અને તેના પર ૧૦,૦૦૦ પિયાનો દડં ફટકાર્યેા હતો. બેન્ચે કહ્યું હતું કે , હવે સમય આવી ગયો છે કે બાર કાઉન્સિલને સમજવું પડશે કે સમાજમાં વકીલોની પ્રતિા ઘટી રહી છે. ઓછામાં ઓછું આ પછી બાર કાઉન્સિલ એ સુનિશ્ચિત કરશે કે સભ્યોનું નામાંકન માત્ર પ્રતિિત સંસ્થાઓમાંથી જ કરવામાં આવે અને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને અન્ય રાયોની બિન–પ્રતિિત સંસ્થાઓમાંથી નામાંકન પર પ્રતિબધં લગાવવામાં આવે.કોર્ટ એડવોકેટ રાજા મુગન દ્રારા દાખલ કરાયેલી બે અરજીઓની સુનાવણી કરી રહી હતી. આમાં તેમણે તેમની સામે નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની અને પોતાની વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પોલીસની દખલગીરી રોકવા માટે આદેશ જાહેર કરવાની માંગ કરી હતી.

મુગને કોર્ટ સમક્ષ ખુલાસો કર્યેા કે તે એક ટ્રસ્ટ ચલાવે છે, જે પુખ્ત વયના લોકો વચ્ચે સહમતિથી શારીરિક સંબંધ, કાઉન્સિલિંગ અને ૧૮ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ માટે થેરાપ્યુટિક ઓઈલ બાથ જેવી સેવાઓ પૂરી પાડે છે.

અરજીઓના જવાબમાં હાઈકોર્ટે કહ્યું કે મુગને બુદ્ધદેવ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ખોટું અર્થઘટન કયુ છે. હાઈકોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે બુદ્ધદેવ મામલાને તસ્કરીને રોકવા અને સેકસ વર્કરોના પુનર્વસનની ખાતરી કરવા માટે બુદ્ધદેવ કેસને સંબોધિત કર્યેા હતો. તેનાથી વિપરીત મુગને એક સગીર છોકરીનું શોષણ કયુ અને તેની ગરીબીનો ફાયદો ઉઠાવ્યો હતો


હાઈકોર્ટે કાયદાની ડિગ્રી તપાસવાનો આદેશ આપ્યો
અરજીથી ગુસ્સે થઈને કોર્ટે આદેશ આપ્યો હતો કે મુગનનું કાયદાકીય શિક્ષણ અને બાર એસોસિએશનના સભ્યપદની ચકાસણી કરવી અને તે માટે તેમના નામાંકન પત્રો અને કાયદાની ડિગ્રી રજૂ કરવાની પણ માંગ કરી હતી. એડિશનલ પબ્લિક પ્રોસિકયુટરએ કોર્ટને જણાવ્યું હતું કે મુગન બી.ટેક ગ્રેજયુએટ છે અને તેની પાસે એનરોલમેન્ટ નંબર સાથે બાર કાઉન્સિલની ઓળખ છે. જો કે, તે ચકાસવામાં અસમર્થ છે કે તેણે કાયદાનો અભ્યાસ પણ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application