શિક્ષણ-પ્રશિક્ષણ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપવાનો ઉદ્દેશ્ય સાથે નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલનો પ્રારંભ

  • November 03, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીએઆઇએસ ભારતની પ્રથમ નંબરની આંતરરાષ્ટ્રીય શાળા: અધ્યાપનમાં ખુશી અને અધ્યયનમાં આનંદ મળે: નીતા અંબાણી

મુંબઈ શહેરમાં તા. ૧ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ નવી શિક્ષણ સંસ્થા નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ (એનએમએજેએસ)ના ઉદ્દઘાટનનું સાક્ષી બન્યું હતું. આ સંસ્થા શિક્ષણ અને પ્રશિક્ષણના અભિગમોને પુન:વ્યાખ્યાયિત કરશે. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (ડીએઆઇએસ) કેમ્પસની બાજુમાં આવેલી આ નવી સ્કૂલની કલ્પના અને ડિઝાઇન અત્યાધુનિક કેમ્પસ તરીકે વિદ્યાર્થીઓને શીખવાની મોકળાશ આપવા સાથે નાના-મોટા જૂથો બનાવી સાથે મળીને કામ કરવા અને તેમને પર વ્યક્તિગત રીતે સૂચનાઓ આપવા પર ભાર મૂકવાની રીતે તૈયાર કરવામાં આવી છે.
નીતા અંબાણીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૩માં સ્થપાયેલી ડીએઆઇએસની શ્રેષ્ઠતાની સફરને આગળ વધારવા માટે એનએમએજેએસ તૈયાર છે. દિલથી શિક્ષક અને અસાધારણ ધગશ તથા પ્રતિબદ્ધતા ધરાવતા શિક્ષણશાસ્ત્રી એવા સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી માત્ર ૨૦ વર્ષમાં ડીએઆઇએસને વિશ્વની શ્રેષ્ઠ શાળાઓની શ્રેણીમાં લઈ ગયા છે. આજે ડીએઆઇએસ ભારતની પ્રથમ નંબરની આંતરરાષ્ટ્રીય શાળા છે અને વિશ્વની ટોચની ૨૦ ઇન્ટરનેશનલ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં સ્થાન પામે છે.
આ પ્રસંગે બોલતા સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, અમે હંમેશા ઈચ્છતા હતા કે, ડીએઆઇએસ એક એવી શાળા બને જ્યાં અધ્યાપનમાં ખુશી અને અધ્યયનમાં આનંદ મળે. ભૂતકાળમાં નજર કરીએ તો વિનમ્રતા સાથે એ અહેસાસ થાય છે કે માત્ર બે દાયકામાં હજારો બાળકો અને તેમના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવી શક્યા છીએ. અને તે કૃતજ્ઞતા અને આશાવાદની ભાવના સાથે અમે ભવિષ્ય તરફ દૃષ્ટિ કરી રહ્યા છીએ કારણ કે શ્રેષ્ઠતાની આ પરંપરાના માર્ગે ભાવિનું નિર્માણ કરવા માટે નવી પેઢી મજબૂત પ્રતિબદ્ધતા સાથે નેતૃત્વ લઈ રહી છે. મને આ નવું શિક્ષણ મંદિર  એનએમએજેએસ  મુંબઈ શહેર અને સમગ્ર રાષ્ટ્રને સમર્પિત કરવાનું ગૌરવ છે.
વાઇસચેરપર્સન અને ભવિષ્યને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ શાળાના વિઝન અને વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવનારા સુશ્રી ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, મારા માતા અને મારા આદર્શે મન, હૃદય અને આત્માથી ભારતીયતા સાથે ડીએઆઇએસની આંતરરાષ્ટ્રીય શાળા તરીકે કલ્પના કરી હતી, અને તેણે આજે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અકલ્પનીય રીતે પરિવર્તન કર્યું છે. અમે એનએમએજેએસનું નિર્માણ ડીએઆઇએસના પાયાના સિધ્ધાંતો અને અનોખી તાકાત સાથે બાળકોને ૨૧મી સદીના કૌશલ્યથી સુસજ્જ બનાવવાના ધ્યેયને હાંસલ કરવા સાથે કર્યું છે.
નવી એનએમએજેએસની વાસ્તુપૂજા પરિવાર, મિત્રો, શુભેચ્છકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં શ્રીમતી નીતા અંબાણીના જન્મદિવસના શુભ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
એનએમએજેએસ કેમ્પસની ડિઝાઈન વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ્સ પર્કિન્સ એન્ડ વિલ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ અનેક અત્યાધુનિક કેમ્પસ બનાવવાનો ટ્રેક રેકોર્ડ ધરાવતી સંસ્થા લેઈટન દ્વારા કરવામાં આવ્યું છે. એનએમએજેએસ એક સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય શાળા હશે, જે આઇબી પ્રાયમરી યર્સ પ્રોગ્રામ (પી.વાય.પી.) અને મિડલ યર પ્રોગ્રામ (એમ.વાય.પી.) અભ્યાસક્રમ ઓફર કરે છે.શિક્ષકોની યોગ્યતા અને પ્રતિબદ્ધતા કોઈપણ શાળાના ભવિષ્યને ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને એનએમએજેએસ તેના વિઝનને અનુરૂપ શિક્ષણ પ્રદાન કરવા માટે વિશ્વભરની શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવામાં સક્ષમ છે. એક શૈક્ષણિક સંસ્થાનું મિશન ત્યારે પરિપૂર્ણ થાય છે જ્યારે પેરન્ટ કમ્યુનિટી તેની ફિલસૂફી અને વ્યવહારને પૂરા દિલથી સમર્થન આપે છે, અને એનએમએજેએસ હંમેશા તેમનું અતૂટ સમર્થન મેળવવા માટે ભાગ્યશાળી છે.
એનએમએજેએસ ૨૧મી સદી માટે જરૂરી કૌશલ્યો અને મૂલ્યો સાથે ભાવિ પેઢીને તૈયાર કરવાની પ્રતિબદ્ધતા સાથે એક બાળ-મૈત્રીપૂર્ણ સંસ્થા તરીકે પોતાને વિકસિત કરવાની કલ્પના કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application