રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમનો શરૂઆત, રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી વર્ચ્યુલી જોડાયા

  • September 13, 2023 01:29 PM 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “આયુષ્માન ભવઃ” કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ભારતમાં આરોગ્યની વિવિધ યોજનાઓનો વ્યાપ વધારવા માટે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમખાતે “આયુષ્માન ભવઃ” કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. 

આયુષ્યમાન ભવઃ સેવા પખવાડિયામાં તા.૧૭/૦૯/૨૦૨૩થી તા.૦૨/૧૦/૨૦૨૩ દરમ્યાન વિવિધ UPHC દ્વારા વિવિધ વોર્ડમાં આરોગ્ય કેમ્પ પ્રથમ આગામી રવિવારે તેમજ ત્યારબાદ દર શનિવારે યોજવામાં આવશે. આ કેમ્પમાં PMJAY કાર્ડ, ABHA કાર્ડ અને આરોગ્યની વિવિધ યોજનાઓના લાભ પણ આપવામાં આવશે. આ ઉપરાંત અંગદાન શપથ અને સ્વચ્છતા અભિયાન તથા રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application