મુશળધાર વરસાદને કારણે પહાડોમાં ભૂસ્ખલનની ઘટનાઓ અટકી નથી. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 128 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. ત્યારે હજુ પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવમાં આવ્યું છે. પંજાબ અને હરિયાણા સહિત 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મંડીના ઓટ પોલીસ સ્ટેશન હેઠળના મંડી-મનાલી નેશનલ હાઈવે પર હનોગી બ્રિજ પાસે બસની રાહ જોઈ રહેલા એક યુવકનું પહાડી પરથી પડેલા પથ્થરથી અથડાવાથી મોત નીપજ્યું છે. મૂળ નેપાળનો આ યુવક તેના મિત્ર સાથે હનોગી આવ્યો હતો. કુલ્લુ પાછા જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેની ઓળખ શમશાની તરીકે થઈ છે. ભૂસ્ખલનને કારણે શિમલા-કિન્નૌર NH 20 કલાક અને ચંદીગઢ-મંડી NH 13 કલાક બંધ રહ્યું હતું. આખી રાત લોકો વાહનોમાં અટવાયા હતા. સવારે વન-વે ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. સાંજ સુધી રાજ્યમાં 128 રસ્તાઓ, 44 વીજ ટ્રાન્સફોર્મર અને 67 પીવાના પાણીની યોજનાઓ અટવાયેલી રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech