તમિલનાડુના નીલગિરિમાં હાઈવે પર 10થી વધુ સ્થળોએ ભૂસ્ખલન

  • November 24, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના ચેંગલપટ્ટુના ઘણા ભાગોમાં વરસાદ થયો હતો. નીલગીરી જિલ્લામાં પણ વરસાદને કારણે કુન્નુર-મેટ્ટુપલયમ નેશનલ હાઈવે અને કોઠાગિરી-મેટ્ટુપલયમ હાઈવે પર 10 થી વધુ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેનું હાલ સમારકામ કામ ચાલી રહ્યું છે.નીલગિરિના જિલ્લા કલેક્ટર એમ. અરુણાએ જણાવ્યું કે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કુન્નુર અને કોટાગિરીની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

છેલ્લા ઘણા દિવસોથી તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સરકારે ઊંચાઈવાળા અને નીચાણવાળા વિસ્તારો સિવાયના વિસ્તારોમાં સાવચેત રહેવા અપીલ કરી છે. ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. ભારે વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ચાર દિવસથી થઈ રહેલા ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ચેંગલપટ્ટુ શહેર સહિત અનેક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ થયો છે. વરસાદને કારણે આજે કુન્નુર અને કોટાગિરી સહિત ઘણી જગ્યાએ તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કોઈમ્બતુર અને નીલગીરી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. નીલગીરી માઉન્ટેન રેલ્વે સેવાઓ 30 નવેમ્બર સુધી રદ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ બંધ છે. રાજ્યના પ્રવાસન મંત્રી અને નીલગીરીના સાંસદે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણના અન્ય જિલ્લાઓમાં પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application