આગામી લોકસભાની ચૂંટણીને લઈને શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોઠારીયા સોલવન્ટ પાસેના વિસ્તારમાંથી નવલનગરમાં રહેતા જમીન-મકાનના ધંધાર્થીને ક્રાઇમ બ્રાંચની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લીધો હતો. આરોપી હથિયાર કોની પાસેથી લાવ્યો હતો અને હથિયાર રાખવા પાછળનું કારણ શું? તે અંગે પોલીસ તપાસ કરાવી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ હેડ કોન્સ.મહિપાલસિંહ ઝાલા,કોન્સ. ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટથી આગળ અમરદીપ મારબલની સર્વીસ રોડ પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તેનું નામ સાગર દેવાણંદભાઇ વાંક(ઉ.વ 28 રહે. નવલનગર શેરી નં.6 મવડી મેઇન રોડ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેની અંગ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને એક જીવતો કાર્ટિઝ મળી આવ્યો હતો.જેથી પોલીસે તેની ધરપકડ કરી તેની સામે આર્મ્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.આરોપી જમીન-મકાનનો ધંધાર્થી હોવાનું અને આગાઉ વર્ષ 2019 માં તેની સામે માલવીયાનગર પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાઇ ચૂકયો હોવાનુંં જાણવા મળ્યું છે. રોપી હથિયાર કોની પાસેથી લાવ્યો હતો અને હથિયાર રાખવા પાછળનું કારણ શું? તે અંગે પીએસઆઇ વી.વી.ડોડિયા તપાસ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech