રાજકોટમાં આજે જિનિવાથી આવેલા ચાર્ટર્ડ પ્લેને હીરાસર એરપોર્ટ ખાતે લેન્ડિંગ કયુ હતું. હિઝ હાઈનેસ આગાખાનની દોહિત્રી જિનિવાથી ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં વાયા હૈદરાબાદ થઈને રાજકોટ પહોંચ્યા હતા. જિનિવાની એરલાઇન કંપનીનું ચાર્ટર્ડ પ્લેન હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવ્યું છે જે એક દિવસ અહીં જ પાર્ક થશે.
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હજુ ડોમેસ્ટિક ફલાઈટ ઉડાન ભરે છે ત્યારે આજે જિનિવાથી ઉડાન ભરેલી આખા લાઈટ હૈદરાબાદ થઈને રાજકોટ પહોંચી હતી. જેમાં પ્રિન્સેસ ઓફ પર્શિયાનું રાજકોટ ખાતે આગમન થયું હતું યાં આગાખાનના અનુયાયીઓ દ્રારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેમને ખાસ એસ્કોર્ટ દ્રારા કેશોદ લઈ જવાયા હતા. કેશોદ ખાતે આગાખાન સંચાલિત ઉધ્ઘાટન સમારોહ યોજાયો છે જેમાં આગાખાનના દોહિત્રીના હસ્તે ઉધ્ઘાટન કરવામાં આવશે. કેશોદ ખાતેનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ તેમના ખાસ વિમાન મારફત રવાના થશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હજુ સુધી આંતરરાષ્ટ્ર્રીય લાઈટ ઉડાન નથી ભરી રહી પરંતુ આંતરરાષ્ટ્ર્રીય ચાર્ટર પ્લેનનું આગમન શરૂ થઈ ગયું છે. અગાઉ પણ ક્રિકેટરોની ટીમને લઈને ઇન્ટરનેશનલ લાઈટ પ્રથમ વખત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઓપરેટ કરવામાં આવી હતી. જોકે ઉલ્લેખનીય છે કે દુબઈથી આવેલા આ ચાર્ટર્ડ પ્લેન સૌપ્રથમ હૈદરાબાદ ખાતે લેન્ડિંગ થયું હોવાથી ત્યાં ઈમિગ્રેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આજે બપોરે ૧૨:૩૦ કલાકે આ ખાસ પ્લેનનું આગમન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech