રાજકોટ શહેરમાં સરકારી જમીનો પણ સલામત રહેતી નથી. આવી કરોડોની કિંમતી જમીનો પર દબાણો થઈ જતાં હોય છે અને તત્રં દ્રારા ધ્યાન પડે ત્યારે આવા દબાણો દુર કરવામાં આવે છે. શહેરના રેલનગર વિસ્તારના સરવૈયા ચોક નજીક રેવન્યુ સર્વે નં.૬૦૯ની કલેકટર તંત્રની સરકારી જમીન પર ખડકાયેલા ચાની હોટલ સહિતના ગેરકાયદે પાકા બાંધકામો પર આજે બુલડોઝર ફરી વળ્યું હતું. ૭.૫૦ કરોડની કિંમતની ૧૫૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લ ી કરાવાઈ હતી.
કલેકટર સુત્રોમાંથી પ્રા થતી માહિતી મુજબ રાજકોટ શહેર પુર્વ વિસ્તારના રેવન્યુ સર્વે નં.૬૦૯ પૈકી ટીપી સ્કીમ નં.૨૩ના એફપી નંબર ૩૪ પૈકી ૨ ઉપર આવેલી સરકારી જમીન પર અનધિકૃત બાંધકામો ઉભા હતા. શરૂઆતમાં કાચા કે નાની કેબીન બાંધકામ સાથે કબજો કરીને ચાની હોટલ, પાનની દુકાન અને સિઝન સ્ટોર શરૂ થયા હતા. ધીમે ધીમે પાકા બાંધકામો કરી લેવાયા હતા. આ બાંધકામો દુર કરવા માટે જમીન પર ઉભેલા ખેતલા આપા ટી સ્ટોલ, ખેતલા આપા પાન સેન્ટરની પાકી દુકાન અને ચાનું બાંધકામ દુર કરવા માટે તેમજ બાજુમાં બાલાજી સિઝન સ્ટોરના નામે ટેમ્પરરી સ્ટ્રકચર ઉભું કરીને બાંધકામ કરાયું હતું.
ચા–પાનના ધંધાર્થી અને સિઝન સ્ટોર ધરાવતા દુકાનદારને આ બાંધકામો દુર કરવા માટે ગત તા.૧૬૧૧ના રોજ નોટીસ આપવામાં આવી હતી. સત્વરે બાંધકામ દુર કરવા તાકીદ કરાઈ હતી. આ બાંધકામ દુર ન થતાં આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. મામલતદાર એચ.કે.ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, તલાટી ધારાબેન વ્યાસ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણગ્રસ્ત જગ્યા પર બુલડોઝર અને જરૂરી સાધનો સાથે પહોંચ્યા હતા.
આ પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ૧૫૦૦ ચોરસ મીટર જમીન કે જેની બજાર કિંમત ૭.૫૦ કરોડ જેવી જાય છે. આ જમીન ખુલ્લ ી કરાવવામાં આવી હતી. ડિમોલિશન કાર્યવાહીમાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ જાનકીબા જાડેજા પોલીસ ટીમ સાથે બંદોબસ્તમાં રહ્યા હતા અને રાજકોટ પુર્વ મામલતદારની ટીમે દબાણ હટાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech