BREAKING NEWS

ચૂંટણી પૂર્ણ થતા મનપાના બુલડોઝરની ધણધણાટી, મવડી-નાનામવા ટીપીમાં ડિમોલિશન; 32 કરોડની જમીન ખુલી

  • May 06, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ટીપી બ્રાન્ચના બુલડોઝર બહાર નીકળ્યા છે અને ગેરકાયદે બાંધકામોનો ખાતમો બોલાવવાનો શરૂ કરાયો છે જેમાં મવડી અને નાના મવા ટીપી સ્કિમ હેઠળના પાંચ સ્થળે બુલડોઝર ત્રાટક્યા હતા અને કુલ ૩૨ કરોડની જમીન ખુલી કરાવી હતી.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોના (૧) વોર્ડ નં.૧૧માં મવડી ટીપી સ્કિમ નં.૨૧ના અંતિમખંડ નં.૫૮/એ (સોશ્યલ ઇકોનોમિક વીકર સેક્શન હાઉસિંગ રિઝર્વેશન) કે જે સોરઠીયા પાર્ક બાપા સીતારામ ચોકની બાજુમાં, મવડી મેઇન રોડ ઉપર આવેલ છે તે પ્લોટમાં ૧૯૫૨ ચોરસ મીટર જમીન ઉપરથી કોમર્શિયલ હેતુનું બાંધકામ દૂર કરી કુલ ૧૬.૫૯ કરોડની જમીન ખુલી કરાઇ હતી. (૨) જ્યારે ઉપરોક્ત ટીપી સ્કીમના અંતિમ ખંડ નં.૫૮/બી (સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિઝર્વેશન) માં ૧૦૪૧ ચોરસ મીટર જમીનમાંથી કોમર્શિયલ હેતુનું બાંધકામ દૂર કરી ૮.૮૪ કરોડની જમીન ખુલી કરાઇ હતી. (૩) આ ઉપરાંત આ જ ટીપી સ્કીમના અંતિમખંડ નં.૫૮/સી ( રહેણાંક હેતુ રિઝર્વેશન)માં ૭૯૦ ચોરસ મીટર જમીન ઉપરથી કોમર્શિયલ હેતુનું બાંધકામ દૂર કરીને ૬.૭૧ કરોડની જમીન ખુલી કરાવાઇ હતી. આ મુજબ કુલ ત્રણ કોમર્શિયલ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવીને કુલ રૂ.૩૨.૧૪ કરોડની કિંમતની ૩૭૮૩ ચોરસ મીટર જમીન ખુલી કરાવાઇ હતી.


સૂત્રોએ ઉમેર્યું હતું કે ટીપી અને ડીપી રોડ ખુલા કરાવવા ડિમોલિશન કરાયું હતું જેમાં (૧) મવડી ટીપી સ્કિમ નં.૨૭ના ૯ મીટરના ટીપી રોડ ઉપર એવરેસ્ટ હિલની પાછળ મવડી રોડ ઉપરથી ધાર્મિક દબાણ દૂર કરી ૫૦ મીટર લંબાઇનો રોડ દબાણમુક્ત કરાવ્યો હતો. (૨) નાના મવા ટીપી સ્કિમ નં.૫ના ૯ મીટર તથા ૧૨ મીટરના ટીપી રોડ ઉપર એ.જી.સોસાયટીને લાગુ રોડ ઉપરથી દીવાલનું દબાણ તોડી પાડીને ૧૦૦ મીટર લંબાઈનો રસ્તો દબાણ મુક્ત કરાયો હતો (૩) મવડી ટીપી સ્કિમ નં.૩૬ના ૨૪ મીટરના ટીપી રોડ કે જે રામલીલા પાર્ટી પ્લોટની બાજુમાં મવડી પાળ રોડ ઉપરથી રોડ ઉપર કરાયેલું નડતરરૂપ દબાણ દૂર કરી ૨૦૦ મીટર લંબાઇની રસ્તો દબાણ મુક્ત કરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application