BREAKING NEWS

અભિનેતા દિલજીત દોસાંઝની ‘મૈં વાપસ આઉંગા'ના ટ્રેલરની રિલીઝ ડેટ ફાયનલ

  • May 14, 2026 09:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબી ફિલ્મ ઉદ્યોગના એક મોટા સુપરસ્ટાર અને બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પીઢ અભિનેતા દિલજીત દોસાંઝની દુનિયાભરમાં મજબૂત ચાહકવર્ગ છે. તેમની ફિલ્મોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, અને ચાહકો તેમના ગીતો સાંભળવાનો પણ આનંદ માણે છે. હવે, તેમની ફિલ્મ ’મૈં વાપસ આઉંગા' થિયેટરમાં રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. ફિલ્મના ટ્રેલર અંગે અપડેટ આવી ગયું છે, અને આખરે ટ્રેલર કયારે રિલીઝ થશે તે જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મ 'મેં વાપસ આઉંગા' વિશે વાત કરીએ તો, તેની રિલીઝ તારીખ પહેલાથી જ જાહેર કરવામાં આવી છે, અને હવે તેનું ટ્રેલર પણ જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મનો પ્લોટ ૧૯૪૭ના ભાગલા દરમિયાન સેટ કરવામાં આવ્યો છે, અને વાર્તા તેની આસપાસ ફરે છે. '
ફિલ્મ “મેં વાપસ આઉંગા'નું ટ્રેલર ૧૯ મે, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે. દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી, સંગીત દિગ્દર્શક એ.આર. રહેમાન, શર્વરી વાઘ, વેદાંગ નારંગ અને અન્ય કલાકારો અને ફૂ સભ્યો ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજર રહે તેવી અપેક્ષા છે. ફિલ્મે જબરદસ્ત ચર્ચા જગાવી છે. દિલજીત દોસાંઝનો હિન્દી દર્શકોમાં પણ નોંધપાત્ર ચાહક વર્ગ છે. ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ રોમેન્ટિક ડ્રામા ૧૨ જૂન, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની વાત કરીએ તો, ઓટીટી પર તેમના દ્વારા નિર્દેશિત અમર સિંહ ચમકીલાની બાયોપિકને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ઇમ્તિયાઝ અલીએ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે દિલજીત દોસાંઝ પર વિશ્વાસ કર્યો હતો, અને હવે તેમણે ફરી એકવાર પોતાની રોમેન્ટિક ફિલ્મ માટે દિલજીત દોસાંઝને પસંદ કર્યો છે. ફિલ્મમાં તેમની સામે સરવરી વાઘ જોવા મળશે. ફિલ્મમાં વેદાંગ નારંગ અને નસીરુદ્દીન શાહની પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application