રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર ગેંગ દ્રારા બોગસ દસ્તાવેજો ઉભા કરાયાનું કૌભાંડ ખુલ્યું છે ત્યાં આવી વધુ બે ફરિયાદ સાથે રાજાશાહી વખતના જમીન ફાળવણીના બોગસ લેખો બનાવીને કરોડોની જમીન હડપ કરવાનો કારસો કરાયાનો કલેકટર સમક્ષ જમીન માગણીની થયેલી અરજીમાં ઘટસ્ફોટ થયો છે. જે બાબતે મામલતદાર દ્રારા પોતાના દાદાના નામે અબજોની જમીનની માગણી કરનારા બે શખસો સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ બન્ને શખસો તો માત્ર પ્યાદા હોવાનું પરંતુ તેની પાછળ આખી ગેંગ કામ કરતી હોવાનું અને તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર સહિતનાઓના નામ ખુલવાની પણ સંભાવના દેખાઇ રહી છેે.
રાજકોટ શહેર પૂર્વના ઇન્ચાર્જ મામલતદાર શૈલેષ જેઠાભાઇ ચાવડાએ તાલુકા પોલીસ મથકમાં બે ફરિયાદો નોંધાવી છે. બન્ને ફરિયાદોમાં એક સામયતા મુજબ જ કૌભાંડ થયું છે તેમાં આરોપી સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના સુખસર ગામના લખા નાજાભાઇ ખીમસુરીયા નામના શખસે ૧૧ માસ પૂર્વે ગત તા.૧૯–૦૧–૨૦૨૪ના રોજ કલેકટરને પોતાના દાદા નાજાભાઇ રઘાભાઇની મવડી સર્વે નં.૧૯૪ પૈકીની ૧૦ એકર જમીન જે ઢગલાવાળા ઢાળ ખેતર તરીકે ઓળખાય છે તેમાં વારસાઇ એન્ટ્રી કરી પોતાના નામે ચડાવી દેવા માટેની અરજી કરી હતી.
કલેકટરને મળેલી આ અરજી સંદર્ભે તપાસ કરવા માટે મામલતદારને કલેકટર દ્રારા આદેશ કરાયો હતો. અરજીમાં આરોપી લખા નાજાએ તેના દાદાને સ્ટેટ સમયે તા.૨૬–૧૦–૧૯૩૭ના રોજ ૧૦ એકર જમીન ખેડવાણ માટે આપવામાં આવી હતી. આ જમીન ખેડવાણ કબજા હકક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા સરકારમાં મંજુરી આપવા સંદર્ભે કલેકટરને લેખીત અરજી સાથે આરોપી લખાએ માગણી કરી હતી. અરજી સંદર્ભે મામલતદાર કચેરી અને સબ રજીસ્ટ્રાર કચેરીના દસ્તાવેજી પુરાવાઓ ચેક કરાતા કૌભાંડ બહાર આવ્યું હતું.
સર્વે નં.૧૯૪ની વર્તમાન રેકર્ડ પરની જમીનમાં મહેસુલ રેકર્ડ ૧૯૯૫ના રેકર્ડ મુજબ ખેતરના નામ આધારે નોંધ થયેલ હતી. ૧૯૬૧માં માપણી થયા બાદ હાલના સર્વે નંબર આપવામાં આવ્યા હતાં. આરોપી લખાએ રજુ કરેલા લેખમાં આંકેલી ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડર મુજબની તારીખોમાં વિસંગતતા જણાઇ હતી. આ ઉપરાંત સ્ટેટ વખતના લેખનું લખાણ રજુ કરાયું હતું તે લખાણ લેખ અભિલેખાગાર કચેરી ખાતે ચકાસણી કરાવવામાં આવી હતી. આવા લખાણની કોઇ નોંધ કચેરીમાં થયેલ ન હતી.
આરોપી દ્રારા સ્ટેટ વખતના જમીન ફાળવણીનો જે લખાણ રજુ કરાયું હતું તેમાં અભિલેખાગાર કચેરીના ખોટા સહી સિકકા લગાવાયા હોવાનું ફલીત થયું હતું. આમ આરોપી દ્રારા જમીનના સર્વે નંબરથી લઇ રાજાશાહી વખતના લેખ અને અભિલેખાગાર કચેરીના બોગસ દસ્તાવેજી પુરાવાઓ સહી સિકકાઓ ઉભા કરીને કરોડોની જમીન પોતાના નામે ચડાવી દેવાનું કારસ્તાન કર્યાનું કલેકટર કચેરીના તપાસનીસ અધિકારીઓમાં કૌભાંડ બહાર આવ્યું અને તે સંદર્ભે આરોપી લખા અને તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવાઇ છે.
અન્ય એક આવી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ ઉપરની ગાંધી વસાહત સોસાયટી મેઇન રોડ પર રહેતા વિનોદ માવજીભાઇ પારઘી સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ ફરિયાદમાં પણ લખા ખીમસુરીયાએ આચરેલા કૌભાંડ મુજબ જ એક પ્રકારની થીયરીથી જ મવડી–૨ ગામના ૧૯૪ પૈકીની ૯ એકર ૧૩ ગુંઠા જમીન વિનોદના દાદા ડાયાભાઇ જેસાભાઇના નામે જે તે સમયે તા.૨૬–૧૦–૧૯૩૨ના રાજાશાહીમાં ખેડવાણ માટે સોંપવામાં આવી હતી. જેનો લેખ અને બેઠા ઉતારા સાથે આ ઢુગલાવાળી ધાર મારવારૂ ખેતર નામની જમીનમાં વારસાઇ એન્ટ્રી કરી આપવા માટે કલેકટર સમક્ષ અરજી કરાઇ હતી અને આ અરજીની મામલતદાર કચેરી દ્રારા થયેલી તપાસમાં પણ લખા ખીમસુરીયાએ આચરેલા કૌભાંડ મુજબનું જ એક સરખુ કૌભાંડ ખુલ્યું હતું. જેથી મામલતદાર ચાવડાએ લખા નાજા ખીમસુરીયા અને વિનોદ માવજી પારઘી સામે અત્યારે ગુનો નોંધાવ્યો છે. તાલુકા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ સી.એચ.જાદવ તથા ટીમ દ્રારા તપાસ આરંભાઇ છે. તપાસ દરમિયાન આ કૌભાંડ અત્યારે પ્ર.નગર પોલીસમાં ચાલી રહેલી બોગસ દસ્તાવેજી કૌભાંડના આરોપીઓ સુધી પહોંચે તેવા અંદેશા દેખાઇ રહ્યા છે. મવડી સર્વેની હાલ અબજોની ગણાતી કિંમતી જમીન સંદર્ભે કૌભાંડ કરનાર અને કરાવનારનો શું આશય હશે ? તે પણ તપાસમાં સ્પષ્ટ્ર થશે.ફરિયાદમાં પ્રતિબંધિત શબ્દ લખાયો
રાજકોટ શહેર પૂર્વના મામલતદાર શૈલેષકુમાર જેઠાભાઇ ચાવડાએ તાલુકા પોલીસ મથકમાં વિનોદ માવજીભાઇ પારઘી અને ચોટીલાના સુખસર ગામના લખા નાજાભાઇ ખીમસુરીયા વિરૂધ્ધ નોંધાવેલી કૌભાંડના આરોપ સંદર્ભેની ફરિયાદમાં દલિત સમાજ માટે અગાઉ ઉપયોગમાં લેવાતા બે અક્ષરનો શબ્દ પ્રતિબંધિત છે. આમ છતા જ્ઞાતિ વિષયક આ શબ્દનો ફરિયાદમાં ઉલ્લ ેખ કરાયો છે. કદાચિત જે તે સમયના આરોપીઓેએ રજુ કરાયેલા લેખોમાં આ શબ્દ લખાયેલો હશે અને એ જ નામ અને શબ્દનો ફરિયાદમાં ઉલ્લ ેખ કરાયો હશે કે પછી પોલીસ બંનેના શબ્દ બાબતે શરતચુક કે ખ્યાલ ન રહ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech