સરકારી જમીનમાં ગેરકાયદે બંગલા બાંધી દબાણ કર્યુ : વધુ એક મામલો પોલસમાં પહોચ્યો : આરોપીઓની શોધખળ
જામનગરના બેડી વિસ્તારમાં સરકારી જગ્યામાં ગેરકાયદે બંગલો ઊભો કરી લેવા અંગે જેલમાં રહેલા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાયો હતો, અને પોલીસ તંત્રની હાજરીમાં ડીમોલેશન કાર્ય હાથ ધરાયું હતું. દરમિયાન તેના જ અન્ય બે ભાઈઓએ પણ સરકારી જગ્યામાં પેશકદમી કરીને ગેરકાયદે વધુ બે બંગલા બનાવી લીધા હોવાથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બે સાયચા બંધુઓ સામે પણ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા સાયચા બંધુઓ સામે સરકારી જમીનમાં પેશકદમી અંગેની કાર્યવાહી ચાલી રહી છે, અને જેલમાં રહેલા એક આરોપી સામે ગેરકાયદે સરકારી જગ્યામાં બંગલો ઉભો કરી દેવા અંગે એક જ સપ્તાહ પહેલા લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો દાખલ કરાયા પછી તે બંગલાની પાડતોડની કાર્યવાહી ચાલી રહી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે આ મામલે હાલ પૂરતો સ્ટે. આપ્યો છે.
દરમિયાન જામનગર શહેરની પ્રાંત અધિકારીની કચેરી તેમજ મામલતદાર વિભાગની ટીમ દ્વારા બેડી વિસ્તારમાં અન્ય સરકારી જગ્યાઓ અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો, જે સર્વે દરમિયાન બેડી વિસ્તારની સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર ૪૦ પૈકીની સરકારી જમીનમાં વધુ બે બંગલા ખડકી દેવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેમાં આશરે ત્રણેક હજાર ચોરસ ફુટનું બાંધકામ અને વોલ હોવાનું ઘ્યાનમાં આવ્યું હતું.
જેથી જામનગરની મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર હિતેશભાઇ જાદવ જાતે ફરિયાદી બન્યા હતા, અને સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં બેડી ડાળીયા પાસે રહેતા ઈમ્તિયાઝ નૂરમામદ સાયચા અને સિકંદર નૂરમામદ સાયચાએ કોઇપણ જાતની કાયદેસરની માલીકી ન હોવા છતા બેડી વિસ્તારના સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે રહેણાંક મકાન બનાવી દબાણ કર્યુ હતું આથી લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. આ અંગેની વધુ તપાસ ડીવાયએસપી ડી.પી. વાઘેલા ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech