માંગરોળ સુધરાઇમાં ચાલતી લાલિયાવાડી: રોડ રસ્તા અને શૌચાલયના કામોમાં ભ્રષ્ટાચારની ગંધ !!

  • April 24, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માંગરોળ શહેરના કાપડ બજાર, ફૂલવાડી જેવા વિસ્તારના બિસ્માર રસ્તાઓ, સરકાર તરફથી ગ્રાન્ટ મળેલ હોવા છતાં બિસ્માર શાક માર્કેટની, ચોગાન પાસે કાપડ બજાર રોડ પર શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર બાબતેની સમસ્યાનો મુદ્દો ઉઠાવી સ્થળ સ્થિતિ જોવા સુધરાઇના વહીવટદાર અને પ્રાંત અધિકારી કેશોદને શહેરની પ્રજા વતી માંગરોળ પધારવા રજૂઆત આપએ કરી હતી.આમ આદમી પાર્ટીના મહાવિરસિંહ ચુડાસમાએ પાઠવેલ પત્રમાં માંગરોળ સુધરાઇમાં ચાલતી લાલિયાવાડી માટે જવાબદાર સુધરાઇના ચીફ ઓફિસરે પોતાના હેઠ કવાર્ટરમાં રહેવાને બદલે વેરાવળથી અપ-ડાઉન કરતા હોય પોતાની કચેરી ફરજના સમય ૧૦-૧૦થી ૬-૧૦ સુધીના ફરજના સમયે દરરોજ કચેરીમાં હાજર રહી ફરજ બજાવવા પેટે સરકાર તરફથી વેતન પેટે ‚ા.૨૫૦૦, હા પચ્ચીસો ચુકવાતા હોવા છતાં માંગરોળ કચેરીમાં સતત વગર રજાએ આઠ આઠ દિવસ સુધી ગેરહાજ રહેતા હોય તેવો આક્ષેપ કરાયો હતો. પ્રજા પોતાના કામો, રજૂઆતો માટે ધકકા ખાતી હોય અધિકારીની સતત અને અવિરત ગેરહાજરીના કારણે તાબાના કર્મચારીઓ પણ મન પડે ત્યારે આવન જાવન કરતા હોય માંગરોળ સુધરાઇનો વહીવટ ખાડે ગયો છે. તમામ કર્મચારીઓની હાજરી બાયો મેટ્રિક પધ્ધતિથી થમ્બ ઇફેકટથી પુરવા વ્યવસ્થા ગોઠવી આ સમસ્યાનો કાયમી હલ લાવવા અને ચિફ ઓફિસરને હેડ કવાર્ટરમાં કાયમી રહેણાંક માટે આદેશ કરવાની માગણી કરવા ઉપરાંત સુધરાઇના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીને કેશોદને શહેરના કાપડ બજારના મુખ્ય માર્ગની ખસ્તા હાલત, ફીશ માર્કેટથી ફુલવાડી તરફ જતા રસ્તાની બિસ્માર સ્થિતિ, સરકારે નવી બિલ્ડીંગ બનાવવા ગ્રાન્ટ ફાળવવા છતાં શહેરની જર્જરિત બની ચુકેલી શાક માર્કેટની સ્થિતિ, તથા કાપડ બજારમાં સુધરાઇની માતૃ કલ્યાણ કેન્દ્ર બિલ્ડીંગમાં શૌચાલયના મંજૂર થયેલ નકશો અને સ્થળે છત વિના ઉભેલી ગંદકીથી ખદબદતી હાલત છે ભ્રષ્ટાચારનો બે-નમૂન નમુનો છે. આ ભ્રષ્ટાચારની તપાસ અને જવાબદારો સામે તટસ્થ, ન્યાયિક અને પારદર્શી તપાસ માટે આમ આદમી પાર્ટીએ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર ભાવનગર, મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર, અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર, જિલ્લા કલેકટર જૂનાગઢ, વહીવટદાર અને પ્રાંત અધિકારી કેશોદ, જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, મુખ્યમંત્રી, તકેદારી આયોગ સહિતનાઓને પત્ર પાઠવી માગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application