રાજકોટ શહેરમાં એમાય ખાસ કરીને રેલનગર વિસ્તારમાં ચોર મચાયે શોર જેવી સ્થિતિ છે. વધુ એક વખત રેલનગરના સાંઈબાબા સોસાયટીમાં બપોરથી રાત્રીના ૧૧ સુધી સાત કલાક જેવો સમય બધં રહેલા બે મકાનમાં ખાબકેલા તસ્કોએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાના બનાવે પ્ર.નગર પોલીસને દોડતી કરી છે. સાત તોલા સોનુ, ૧૪૫૦ ગ્રામ ચાંદી તથા ૮૦ હજારની રોકડ તસ્કરો, ઉસેડી ગયા હતા. પોલીસ ચોપડે ફરિયાદમાં ચોરાયેલી બધી માલમત્તાની કિંમત ૩.૫૩ લાખ ગણાવાઈ છે.
બનાવ અંગેની પ્રા વિગતો મુજબ સાંઈબાબા સોસાયટી શેરી નં.૪માં દીપકભાઈ નારણભાઈ ચાવડા ઉ.વ.૫૪ તથા તેમના નાનાભાઈ પરેશ બન્ને બાજુબાજુમાં રહે છે. દિપકભાઈ ખાનગી નોકરી કરે છે. પરેશ મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. ગઈકાલે બન્ને ભાઈ પરિવાર સાથે બપોરે સાડાત્રણ વાગ્યે ભગવતીપરામાં આવેલા ખોડિયારનગરમાં ભાણેજના લમાં ગયો હતો. દોઢેક કલાક બાદ ૪–૩૦ વાગ્યે પાડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરની ડેલી ખુલી છે. જો કે, કદાચ ખુલી ગઈ હોય અથવા ઉતાવળે બધં કરવાની રહી ગઈ હોય તેવું માન્યું હશે.
રાત્રે ૧૧ કલાકે પરત ફરતા ડેલી ઉપરાંત ઘરના રૂમના દરવાજા ખુલ્લ ા હતા. અંદર જતાં કબાટ ખુલેલા અને અંદર રહેલી વસ્તુઓ વેરવિખેર પડી હતી. દ્રશ્ય જોઈ પરિવાર હાંફળોફાંફળો બની ગયો હતો. તપાસ કરતા કબાટમાં રાખેલા ૨૫ ગ્રામનો સોનાનો પોચો, ૧૨ ગ્રામની બુટી, ૨૫ ગ્રામનો પંજો, આઠ ગ્રામની સોનાની બુટી મળી ૭૦ ગ્રામ સોનાના ઘરેણા ગાયબ હતા.
આવી જ રીતે ૫૦૦ ગ્રામના ચાંદીના બે કંદોરા, ૫૦૦ ગ્રામ ચાંદીના બે ઝુડા, ૧૦૦ ગ્રામની ઘુઘરી, ૨૫ ગ્રામના છડા, ૧૦૦ ગ્રામ ચાંદીની ઝાંઝરી મળી ૧,૪૫૦ ગ્રામ ચાંદીના ઘરેણા ચોરાયેલા હતા. આ ઉપરાંત પરેશ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હોવાથી હિસાબના ૮૦૦૦૦ રૂપિયા પણ કબાટમાંથી ચોરી થયા હતા. પ્ર.નગર પોલીસે દિપકભાઈની ફરિયાદ આધારે કુલ ૩.૫૦ લાખની માલમત્તા ચોરાઈ હોવાનો ગુનો નોંધ્યો છે
ભાણેજના લમાં ગયા હતા, જાણભેદુની શંકા
બાજુ બાજુના મકાનમાં રહેતા ચાવડા બંધુ ગઈકાલે બપોર બાદ શહેરમાં જ ખોડિયારનગરમાં ભાણેજના લમાં ગયા હતા. માત્ર સાડાસાત કલાક મકાન બધં હતું. મકાનની ડેલી તો બન્નેનો પરિવાર સાડાત્રણે નીકળ્યો અને એકાદ કલાક ૪–૩૦ વાગ્યે જ પાડોશીને ખુલ્લ ી દેખાઈ હતી. જે રીતે દિનદહાળે ચોરી થઈ તેના પરથી કોઈ જાણભેદુ જ હોવાની આશંકાએ આસપાસના વિસ્તારમાં સીસીટીવ ચેક કરીને તેમજ અન્ય મદદથી પીઆઈ ભાર્ગવ ઝણકાંટની રાહબરી હેઠળ પીએસઆઈ બી.વી.ચુડાસમા, એએસઆઈ સી.એમ.ચાવડા સહિતના સ્ટાફે દોડધામ આદરી છે. ચોરીના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા
રેલનગર વિસ્તાર અસુરક્ષિત જેવો, વિસ્તારવાસીઓમાં રોષ
રેલનગર વિસ્તારમાં ચોરી, ઘરફોડીના બનાવો સમયાંતરે બનતા રહે છે. તાજેતરમાં જ મહાપાલિકાની મહિલા સફાઈ કામદારના બધં મકાનમાંથી લાખોના ઘરેણાની ચોરી તેમજ અન્ય મકાનના પણ તાળા તૂટયા હતા. હજીએ ઘરફોડીના કોઈ સગડ નથી ત્યાં ફરી ચાવડા બંધુના મકાનમાં ગઈકાલે તસ્કરોએ ખાતર પાડતા વિસ્તારવાસીઓમાં ભારે રોષ પ્રવત્ર્યેા છે. પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માગણી ઉઠી છે. આ વિસ્તારમાં બધં મકાનોની રેકી થતી હોય કે કોઈ જાણભેદુઓનો જ બધં મકાનોનો તરત ખ્યાલ પડી જતો હોય અને ચોરી કરાતી હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech