જૂનાગઢના ઉપરકોટની ૮.૫૦ લાખ લોકોએ મુલાકાત લીધી

  • September 28, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઐતિહાસિક ઉપરકોટ અને મહાબત મકબરાના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ , ઉપરકોટ વર્ષ દરમિયાન ૮.૫ લાખથી વધુ મકબરા ની ૫૫,૦૦૦ પ્રવાસીઓએ મુલાકાત લીધી. પ્રથમ વર્ષ પૂર્ણ થતા સવાણી હેરિટેજ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્રારા પ્રવાસીઓનું બુકે અને તિલક કરી સ્વાગત, બાળકોને ગેમ, તથા ટીમ દ્રારા મુલાકાત અને સભ્યોને મીઠાઈઓ વેચી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.આગામી દિવસોમાં પ્રવાસીઓને આકર્ષણ થાય તેવા હજુ પણ અનેક નવા નજરાણા લોકોને નિહાળવા મળશે.
જૂનાગઢમાં પ્રાચીન સમયના ઉપરકોટ કિલ્લ ા,તેમજ મકબરાનું ગત તા.૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઐતિહાસિક કિલ્લ ામાં અનેકવિધ નવાબી સમયની યાદો જીવતં કરવામાં આવી છે. એક વર્ષ દરમિયાન ઉપરકોટ કિલ્લ ામાં ૮.૫ લાખ થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.સવાણી હેરિટેજ કન્ઝર્વેશન ટ્રસ્ટના રામભાઈ સવાણીના માર્ગદર્શન હેઠળ ૭૬ કરોડના ખર્ચે ઉપરકોટનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાચીન અડી કડી વાવ, નવઘણ કુવો, અનાજના ભંડાર, ઐતિહાસિક ગેટ, રાણકદેવી મહેલ, પ્રાચીન તોપને અધ્યતન ટચ આપી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. રાણકદેવી મહેલ નીચે જ તૈયાર કરાયું અધ્યતન મ્યુઝિયમ જેમાં નવી શોધખોળ કરેલી વસ્તુઓ   પ્રદર્શિત કરવામાં આવી છે.રિસ્ટોરેશન કામગીરી દરમિયાન મળેલ વિવિધ પ્રાચીન ચીજ વસ્તુઓ પૈકીના મંદિરના ભાગો તૂટેલા અવશેષો, રમકડા, વાસણો ,બંગડીઓ ,અનાજ દળવાની ચક્કીઓ,   પ્રાચીન સિક્કાઓ સહિતનો  ભંડાર મળી આવ્યો છે જેને લોકો માહિતીગાર થાય તે માટે રાણકદેવીના મહેલ નીચે જ આર્કેાલોજી વિભાગ દ્રારા મ્યુઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે.ઇનલેટ ટાવર આઉટલેટ ટાવરને લાઈટોનો શણગાર સાથે વર્ષેાથી રહેલ નિલમ તોપ અને માણેક તોપ સાથે કડનાલ તોપ પણ રાખવામાં આવી છે. અને ખોદકામ દરમિયાન મળેલ ૨૨ થી વધુ તોપોને વિવિધ પ્રકારની તોપોને પણ અલગ અલગ સ્થળોએ ગોઠવવામાં આવી છે.

લાઈટોના અનેરા શણગારથી રાજાશાહી વારસો જીવતં
ઐતિહાસિક  ઉપરકોટમાં આવેલ વિવિધ પૌરાણિક જગ્યાઓને નવાબી શૈલીમાં આકર્ષક લુક આપવામાં આવ્યો છે તો બીજી તરફ ઉપરકોટની અંદર કરેલા લાઈટોના અલભ્ય શણગારથી રાત્રિના સમયે ઉપરકોટ અનેરા પ્રકાશથી ઝળહળતો જોવા મળે છે.

૨૦૦ ક્રોનોજિકલ બોર્ડ  આકર્ષણનું કેન્દ્ર
ઉપરકોટમાં પ્રવાસીઓને વિવિધ નજરાણા સાથે વિવિધ સ્થળોએ રાખવામાં આવેલ  ક્રોનોજિકલ બોર્ડ થી વધુ માહિતી મળી રહે છે .જેમાં બારકોડેડ સ્કેનર બનાવવામાં આવ્યા છે તેમજ જાણીતા લોકો, ફરવાના સ્થળો ઉપરાંત વર્ષેા જૂનો ઇતિહાસ નામાંકિત વ્યકિતઓ સહિતની વિગતો દર્શાવવામાં આવી છે જેને સ્કેન કરતા જ વિવિધ પ્રકારની ભાષાઓમાં તેને નિહાળી શકાય છે ઉપરકોટ ફરતે અધ્યતન ડિઝાઇન સાથે ૨૦૦ બોર્ડ ઊભા કરવામાં આવ્યા છે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના નઝારાનો ઉમેરો       

 ઉપરકોટ કિલ્લ ામાં પ્રવાસીઓ માટે અનેક વિવિધ પ્રકલ્પો પણ તૈયાર કરવામાં આવ્યા છે .ઉપરકોટનું સંચાલન કરતા મેનેજર રાજેશભાઈ તોતલાણીના જણાવ્યા મુજબટૂંકા ગાળામાં વધારાના અનેક પ્રકલ્પો શ કરાયા છે. ઉપરકોટમાં મુલાકાત લેવા આવતા મુલાકાતિઓને કાઠીયાવાડી સંસ્કૃતિ અને ભોજન તથા ફરવાનો આનદં લઇ શકે તે માટે હેન્ડલુમ હેન્ડીક્રાટ સ્ટોલ, ઉપરાંત કાફેટારીયા, તથા વિવિધ ચીજોના વેચાણ માટેના અનેક સ્ટોલ નો પણ પ્રારભં કરાયો છે.એક વર્ષની અંદર ઉપરકોટમાં ફડ, ફોટોગ્રાફી, સેલ્ફી પોઇન્ટ, બગીચા, સાયકલિંગ પોઇન્ટ, સહિત અનેકવિધ નવા વિભાગ શ કરવામાં આવ્યા છે.જેને લોકો આવકારી રહ્યા છે.અહીં વોકિંગ ટ્રેક , સાયકલિંગ ટ્રેક , સેલ્ફી પોઇન્ટ,  લાઈટ એન્ડ સાઉન્ડ શો, ગઝિમ્બો, ગાર્ડન , લાઈટ એન્ડ સાઉન્ડ શો , સેલ્ફી પોઇન્ટ ક્રોનોજિકલ બોર્ડ, સનસેટ અને સનસાઈન પોઇન્ટ, ,અનોખી રેલિંગ અને અધ્યતન શેલીના બોર્ડ, હેરિટેજ કૂલર અને ઈ શૌચાલય સહિત નવા નજરાણા.ગુજરાત પ્રવાસન નિગમ ના નિદર્શન હેઠળ સવાણી કન્સ્ટ્રકશન દ્રારા કાર્યરત ઉપરકોટની રીસ્ટોરેશન કામગીરી અંતર્ગત પ્રવાસીઓને મુલાકાત દરમિયાન નવાબી તથા પ્રાચીન શૈલીના સંસ્મરણો ઉપરાંત વિવિધ નવા પ્રકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં ખાસ કરીને ઉપરકોટને ફરતે વિસ્તારમાં આવરી લેતા ૨.૮ કિલોમીટરની લંબાઈમાં સાયકલિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગન પાવડર મ માં નીચેના માળે વિવિધ યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ નીદર્શન યારે પ્રથમ માળે ઓડિયો વિયુઅલ મ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ઉપરકોટ વિશેની અને વિવિધ વિગતો ની માહિતીઓ રજૂ કરવામાં આવી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application