સાંઇબાબા મંદિર ગાંધીનગર ખાતે યોજાઇ લાડુ સ્પર્ધા

  • September 04, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૯ મહિલાઓ સહિત ૩૩ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા: વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનીત કરાયા

જામનગરમાં યોજાયેલી મોદક સ્પર્ધામાં બાળકોના વિભાગમાં ૯, બહેનો અને ભાઇઓના વિભાગમાં ૧૧ લાડુ આરોગનાર વિજેતા થયા હતાં. સ્પર્ધામાં કુલ ૩૩ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક-એક લાડુ સમાન વજનનો બનાવાયો હતો, વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતાં.
જામનગરમાં રવિવારે સવારે ગાંધીનગરમાં આવેલા શિરડી સાંઇબાબા મંદિરે વિનામૂલ્યે મોદક આરોગવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ભાઇઓના વિભાગમાં ૨૩, બહેનોના વિભાગમાં ૪ અને બાળકોના વિભાગમાં ૭ મળી કુલ ૩૩ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોના વિભાગમાં દર્શિતસિંહ વિજયસિંહ ચૌહાણે ૯ લાડુ આરોગતા પ્રથમ, જયરાજસિંહ ચૌહાણે ૭ લાડુ આરોગતા બીજા ક્રમે રહ્યો હતો. આજ રીતે બહેનોના વિભાગમાં પદમાબેન ગજેરાએ ૧૧ લાડુ આરોગતા પ્રથમ અને વાઢેર તેજલબેન પ્રજ્ઞેશભાઇએ ૫ લાડુ આરોગતા દ્રિતિય ક્રમે રહ્યા હતાં. જયારે ભાઇઓના વિભાગમાં શૈલેષભાઇ ગોંવિદભાઇ વૈષ્ણવે ૧૧ લાડુ આરોગતા પ્રથમ અને પંડયા હિતેશે ૧૦ લાડુ આરોગી બીજા ક્રમે રહ્યા હતાં. સ્પર્ધામાં સ્પર્ધકોને લાડુ સાથે દાળ પણ આપવામાં આવી હતી. મોદક સ્પર્ધામાં એક-એક લાડુ એકસમાન વજનનો રાખવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application