લદ્દાખ ફરી ૩.૪ રિકટર સ્કેલની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠયું

  • January 30, 2024 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર્ર, કર્ણાટક, દિલ્હી સહિત અનેક રાયોમાં એક પછી એક ધરતી ધ્રૂજી રહી છે. લેહ–લદ્દાખમાં મંગળવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકપં લદ્દાખ વિસ્તારમાં સવારે ૫.૩૯ વાગ્યે આવ્યો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૪ હતી. ભૂકંપનું કેન્દ્ર ૩૫.૨૭ અક્ષાંશ અને ૭૫.૪૦ રેખાંશ પર સ્થિત હતું. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાન–માલનું નુકસાન થયું નથી.યારે સવારે લદ્દાખમાં ભૂકપં આવ્યો ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સૂતા હતા. ભૂકંપના આંચકા અનુભવતા કેટલાક લોકો ઘરની બહાર આવી ગયા હતા. ડિઝાસ્ટર વિભાગે કહ્યું કે કોઈ નુકસાન થયું નથી.


લદ્દાખમાં ભૂકંપનો ખતરો શું છે?
ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને વિસ્તારોને અલગ–અલગ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ સિસ્મિક ઝોન ૪ અને ૫ માં આવે છે. મતલબ કે આ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે.કર્ણાટકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાઆ પહેલા સોમવારે પણ વહેલી સવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં વિવિધ સ્થળોએ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા વિજયપુરા નગર અને બાસાવનબાગેવાડી તાલુકાના મનાગોલી નગરના કેટલાક ભાગોમાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application