દ્વારકામાં સીએનજી સ્ટેશનનાં અભાવે ગેસ આધારિત વાહન ચાલકોને હાલાકી

  • April 23, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રીક્ષાચાલકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

યાત્રાધામ દ્વારકામાં સી.એન.જી. પંપ ઉપલબ્ધ ન હોવાના કારણે સી.એન.જી. રીક્ષા ચાલકો તેમજ અન્ય ગેસ આધારિત વાહનોને ગેસ ફીલીંગ કરવા માટે આશરે ૩૦ કિમી દૂર કુરંગા સુધી ધકકો ખાવો પડે છે. આથી દ્વારકાના સી.એન.જી. રીક્ષાચાલકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે.

આ રજૂઆતમાં જણાવ્યાનુસાર દ્વારકા આસપાસ સીએનજી પંપના અભાવે ગેસ ભરાવવા માટે દ્વારકાથી આશરે ૩૦ કિમી દૂર કુરંગા ગામ ખાતે આવેલ સીએનજી પંપ પર જવું પડે છે જયાં પણ લાંબી કતારો હોય જેના કારણે એકથી દોઢ કલાક સુધી વારો આવતો નથી. જેના કારણે શાળાના બાળકોના આવન-જાવનમાં રોકાયેલી હોય બિનજરૂરી સમયનો વ્યય થતો હોય જેના કારણે બમણો આર્થિક માર લાગતો હોય દ્વારકામાં સીએનજી સ્ટેશન ખોલવા અથવા તો કુરંગા સીએનજી સ્ટેશન પર રીક્ષાચાલકો માટે અલાયદી લાઈનની વ્યવસ્થા કરાવવા જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application