લક્ષ્મીપુરમાં વાડીના કૂવામાં પડી જવાથી શ્રમિકનું મૃત્યુ

  • July 04, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયરે મૃતદેહને બહાર કાઢ્યો : કબુતર પકડવા જતા પગ લપસ્યો

કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામના પાટીયા પાસે વાડીના કુવામાં પડી જવાના કારણે પરપ્રાંતીય શ્રમિક યુવાન નું મૃત્યુ નિપજ્યું છે.જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
કાલાવડ તાલુકા ના લક્ષ્મીપૂર દુધાળા ગામમાં આવેલી ઘનશ્યામભાઈ સાંગાણી ની વાડીમાં કામ કરતો અને એમપીના ખાંટ જીલ્લાના વતની લીમસિંગ સુરતન બામણિયા નામનો ૩૭ વર્ષનો યુવાન લક્ષ્મીપુર પાટીયાથી આગળ ખંઢેરા જવાના કાચા રસ્તે વાડીના કુવામાં પડી ગયો હતો. જે બનાવની જાણ કાલાવડ ફાયર બ્રિગેડને કરાતાં ફાયરશાખાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને કુવામાં પડી ગયેલા શ્રમિકને બહાર કાઢ્યો હતો. જો કે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
આ અંગે માનસીંગભાઇ બામનીયાએ પોલીસમાં જાણ કરી હતી, માનસીંગભાઇ અને લીમસીંગ બંને કબુતર પકડવા કુવામાં ઉતર્યા હતા જેમાં મરણજનારનો પગ લપસી જતા પથ્થરની કોતરમાં ભટકાતા પાણીમાં ગરકાવ થતા ડુબી જવાથી મૃત્યુ થયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application