એસટીના નિવૃત કંડક્ટરની નવા પગાર ફિક્સેશનની અરજી લેબરકોર્ટે ફગાવી

  • May 05, 2025 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના નિવૃત્ત કર્મચારી દ્વારા ફેર પગાર ફિકસેશન મેળવવા કરેલી માંગણી લેબર કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ, એસ.ટી.ના નિવૃત કંડકટર સુરેશચંદ્ર કેશવલાલ વ્યાસે તે એસ.ટી.માં દાખલ થયેલ તે તા. ૧- ૨- ૭૮થી તા. ૩૧- ૫- ૧૧ સુધીના સમયગાળાના નવા પગાર ફીકસેશન પ્રમાણે લેણી નીકળતી પગાર તફાવતની રકમ, મોંઘવારી, ઘરભાડું, રજાના પગારની તફાવત, પ્રો.ફંડ વગેરે મળી કુલ રૂા. ૭,૮૯,૬૯૭/- વસુલાત માટે મજુર અદાલત રાજકોટ સમક્ષ રિકવરી અરજી દાખલ કરી હતી. આ કેસમાં એસ.ટી. કોર્પોરેશન રાજકોટ તરફે પેનલ એડવોકેટ અનિલ એસ.ગોગિયા દ્વારા લેખીત વાંધા જવાબ રજુ રાખી અરજીનો વિરોધ કરતા જણાવેલ કે, સંબંધીત કર્મચારી તા. ૩૧- ૫- ૧૧ના રોજ નિવૃત થયેલ હોય આથી અરજીને ડિલે એન્ડ લેચીઝનો બાદ નડતો હોય અરજી ચાલવાપાત્ર નથી, વધુમાં સંસ્થા તરફે જણાવવામાં આવેલ કે, અરજદારે આચરેલ ગંભીર અનિયમિતતા અંગે તેમની સામે ખાતાકીય કરી તેમની સામે તા. ૫- ૧૨- ૮૩ના રોજ બરતરફ કરવાનો હુકમ કરેલ તેમજ બરતરફીની બહાલી મેળવવા ઔદ્યોગિક અમદાવાદ ખાતે પરમિશન અરજી દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ અરજદારને છુટા કરવાની સજામાં ઘટાડો કરી ૩ વર્ષ માટે કાયમી અસરથી વાર્ષિક પગાર વધારો બંધ કરવાની સજા કરવામાં આવ્યા સહિતની રજૂઆતો બાદ મજુર અદાલત નં ૩ ના પ્રમુખ અધિકારી ડી.જે. ચૌહાણે હાઇકોર્ટ સહિતની કાનૂની કાર્યવાહી ધ્યાને લઈ અરજદાર નવા બેઝીક પગાર ફિકસેશન પ્રમાણે કોઈ પગાર મેળવવા હકકદાર થતા નથી તેમ ઠરાવી અરજદારની અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કામમાં એસ.ટી. કોર્પોરેશન વતી એસ.બી.ગોગિયા લો-ફર્મના ધારાશાસ્ત્રી અનિલ એસ.ગોગિયા, હાઇકોર્ટમાં પ્રકાશ એસ. ગોગિયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application