મહિલાઓની પહેલી પસદં હીરા હોય છે અને હીરા ખરીદતી વખતે ગ્રાહકને એ જણાવવામાં આવતું નથી કે તે લેબમાં બનેલો છે કે કુદરતી. પરંતુ નવા નિયમ મુજબ હવે લેબમાં બનાવવામાં આવેલા હીરા વેચનારને તેની સંપૂર્ણ માહિતી આપવી પડશે. સરકાર તેના માટે ખાસ માર્ગદર્શિકા લાવી રહી છે. જે ટુક સમયમાં અમલી બનશે.
નવા નિયમ મુજબ હવે લેબમાં બનાવવામાં આવેલા હીરા વેચનારને તેની સંપૂર્ણ માહિતી આપવી પડશે. ગ્રાહક બાબતોના મંત્રાલયે વિવિધ પ્રકારના કુદરતી અને પ્રયોગશાળામાં બનતા હીરા માટે માર્કેટિંગ લેબલ માટે નિયમો બનાવવાનું સૂચન કયુ છે. આ બાબત સાથે સંકળાયેલા એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રયોગશાળામાં બનતા હીરાના ઉત્પાદકો 'સિન્થેટિક ડાયમંડ' સિવાય અન્ય કોઈ શબ્દનો ઉપયોગ કરીને તેમના રત્નોનું માર્કેટિંગ કરી શકશે નહી . આ અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રાહકોની વધતી મૂંઝવણ, અનિયમિતતાની ફરિયાદો અને ખોટા નામે વેચાણની વધતી ફરિયાદો વચ્ચે કુદરતી અને પ્રયોગશાળા દ્રારા ઉગાડવામાં આવતા હીરા માટે અલગ માર્કેટિંગ લેબલ માટે નિયમો ઘડવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકો હવે આવા હીરા તૈયાર કરી રહ્યા છે, જે પૃથ્વી પરથી કાઢવામાં આવેલા હીરા જેવા છે. આમાં કુદરતી હીરાની ચમક, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મેા છે અને તે પ્રમાણિત પણ થઈ શકે છે. લેબમાં બનતા હીરાની સસ્તી કીમતને કારણે તેની વધતી જતી લોકપ્રિયતાએ દેશમાં વેલરી બિઝનેસને વેગ આપ્યો છે.
૨,૨૨૮ કરોડનું ટર્નઓવર અપેક્ષિત
મેનેજમેન્ટ અને બિઝનેસ એડવાઇઝરી ફર્મ ટેકનોપાકના અંદાજ મુજબ દેશમાં લેબમાં બનતા હીરાનું માર્કેટ આશરે . ૨,૨૨૮ કરોડ સુધી પહોંચી ગયું છે. 'સ્ટાન્ડર્ડ ટર્મિનોલોજી અને હીરા ઉધોગમાં અપૂરતી પ્રથાઓ' અંગેની ચિંતાઓને કારણે સરકાર આ અંગે નિયમો બનાવવા માંગે છે. ઉપભોકતા બાબતોના સચિવ નિધિ ખરેની અધ્યક્ષતામાં હીરા ઉધોગના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મંત્રાલયે જણાવ્યું હતું કે અસલી અને સિન્થેટિક ડાયમંડના લીધે ગ્રાહકોમાં મૂંઝવણ વધી છે અને છેતરપિંડીને પ્રોત્સાહન મળ્યું છે. આ મૂંઝવણ ઘણીવાર કુદરતી હીરા અને પ્રયોગશાળામાં બનતા હીરા વચ્ચેના તફાવતને લઈને ઊભી થાય છે.
'હીરા' શબ્દનો ઉપયોગ કુદરતી હીરા માટે જ થશે
સરકાર લેબમાં બનતા હીરાને માન્યતા આપે છે. પરંતુ રાષ્ટ્ર્રીય પ્રમાણપત્ર એજન્સી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડડર્સનું કહેવું છે કે 'હીરા' શબ્દનો ઉપયોગ માત્ર કુદરતી હીરા માટે જ થવો જોઈએ. લેબમાં બનાવેલા હીરાને 'સિન્થેટિક ડાયમંડ' કહેવા જોઈએ, પછી ભલેને તેને બનાવવાની પદ્ધતિ ગમે તે હોય. નિધિ ખરેએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સે આ નિયમો ૩૦ ઓકટોબર ૨૦૨૪ના રોજ લાગુ કર્યા હતા. પરંતુ હવે એ જરી છે કે હીરા પ્રાકૃતિક છે કે લેબમાં તૈયાર કરવામાં આવ્યા છે, તે ગ્રાહકને સ્પષ્ટ્રપણે જણાવવું જોઈએ. જો તે લેબમાં તૈયાર કરવામાં આવી હોય તો તેને બનાવવાની પદ્ધતિ પણ સમજાવવી પડશે. કૃત્રિમ હીરા રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને ખાસ પ્રયોગશાળાઓમાં બનાવવામાં આવે છે.કુદરતી હીરામાં નાઇટ્રોજનની થોડી માત્રા હોય, બેલના હીરામાં જરા પણ નહીં
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દરેક હીરા પર સ્પષ્ટ્ર લખવું જોઈએ કે તે કયાંથી આવ્યો અને કેવી રીતે તૈયાર થયો. ઉત્તર ભારત જેમ્સ એસોસિએશન કે.કે. નાથને કહ્યું, 'આ નિયમ સારો છે કારણ કે તેનાથી લોકોને સાચી માહિતી મળશે અને બિઝનેસ પણ વધશે. લોકોને ખબર પડશે કે લેબમાં બનતા હીરા કેવા હોય છે. નવા નિયમો અનુસાર લેબમાં બનાવવામાં આવેલા હીરાને 'નેચરલ' કે 'રિયલ' કહી શકાય નહીં. કુદરતી હીરામાં નાઇટ્રોજનની થોડી માત્રા હોય છે, પરંતુ પ્રયોગશાળામાં બનતા હીરામાં બિલકુલ નાઇટ્રોજન હોતું નથી. વાસ્તવિક હીરા લાખો વર્ષેામાં ભૂગર્ભમાં ભારે દબાણ હેઠળ રચાય છે. જણાવી દઈએ કે લેબમાં આટલું પ્રેશર લગાવીને સિન્થેટિક ડાયમડં તૈયાર કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech