LSG vs KKR: 6,6,6,4,4…Sunil Narineને 14 વર્ષની IPL કરિયરમાં પ્રથમ વખત કર્યું આ કારનામું

  • May 05, 2024 10:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર સુનીલ નરેનનો દબદબો જોવા મળ્યો હતો. લખનૌ સામે રમાઈ રહેલી મેચમાં સુનીલ નરેને ફરી એકવાર KKRને ઝડપી શરૂઆત અપાવી હતી. નરેને 27 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી.


IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર સુનીલ નરેનની ઈનિગ જોવા મળી હતી. સુનીલ નરેન ભલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સદી ફટકારવાનું ચૂકી ગયો, પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા. સુનીલે વર્તમાન સિઝનમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી અને ટીમને આ સ્કોર કરવામાં મદદ કરી. ફિફ્ટી ફટકારીને સુનીલ ખાસ ક્લબમાં સામેલ થયો.


વર્તમાન સિઝનની આ તેની ત્રીજી અડધી સદી અને આઈપીએલ કારકિર્દીની 7મી અડધી સદી હતી. નરૈને એકાના સ્ટેડિયમમાં લખનૌના બોલરોને ધોયા હતા. આ દરમિયાન તેણે ઓરેન્જ કેપની રેસમાં ટોપ-5માં પોતાનું સ્થાન બનાવ્યું. અડધી સદીની ઇનિંગ રમવાની સાથે સુનીલ એક ખાસ ક્લબમાં પણ પ્રવેશી ગયો છે.


સુનીલ નરેન IPL 2024માં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી

સુનીલ નરેન શાનદાર બેટિંગ કરી અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે 81 રનની શાનદાર ઇનિંગ રમી. KKRના મેન્ટરે IPL 2024માં સુનીલ નરેનને ઓપનિંગમાં મોકલવાનો નિર્ણય કર્યો, જે અત્યાર સુધી ટીમ માટે ખૂબ ફાયદાકારક રહ્યો છે. IPL 2024માં નરેનનું બેટ જોરદાર ચાલ્યું હતું. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સદી ફટકાર્યા બાદ નરેને લખનૌ સામે પણ શાનદાર પ્રદર્શન કર્યું. 


સુનીલ નરેન લખનૌ સામે 81 રનની ઇનિંગ રમી હતી અને વર્તમાન સિઝનમાં તેના 400 રન પણ પૂરા કર્યા હતા. સુનીલ 452 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે. આ સાથે નરેને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. IPLની એક જ સિઝનમાં 400 રન બનાવનાર અને 10 વિકેટ લેનાર નરેન 7મો ખેલાડી બની ગયો છે. આ સાથે જ સુનીલ IPLની એક જ સિઝનમાં 450 રન અને 10 વિકેટ લેનારો ચોથો ખેલાડી બન્યો છે.


સુનીલ નારાયણે વર્ષ 2012માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધી સુનીલ નારાયણ આઈપીએલની કોઈપણ એક સિઝનમાં બેટિંગ કરતા 450 રન બનાવી શક્યા નથી, પરંતુ આઈપીએલની કારકિર્દીમાં 14 વર્ષ બાદ તેણે આ સિદ્ધિ મેળવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application