ખંભાળિયાના મહત્વના એવા બંગલા વાડી વિસ્તારમાં લાંબા સમય બાદ એલઈડી લાઇટ ઝળહળી

  • April 10, 2023 09:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટો શરુ થતાં સ્થાનિકોમાં રાહત

ખંભાળિયા શહેરના છેવાડાના વિસ્તાર અને શક્તિનગર ગ્રામ પંચાયતમાં આવતા બંગલા વાડી ખાતે ગ્રામ પંચાયત દ્વારા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટો ફીટ કરી દેવામાં આવતા આ વિસ્તારમાં રહેતા લોકોને માર્ગ પરના અંધારાથી મુક્તિ મળી છે.
ખંભાળિયાની બગલમાં આવેલી અને મહત્વની એવી શક્તિનગર ગ્રામ પંચાયત હેઠળ આવતા વિસ્તારોમાં આશરે ૨૦૦ જેટલા જેટલી એલ.ઈ.ડી. સાથેની સ્ટ્રીટ લાઈટો નાખવા માટેના પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂની અને પોસ મનાતી એવી સોસાયટી બંગલા વાડી ખાતે ગ્રામ પંચાયત દ્વારા એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટ ફીટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. લાંબા સમયથી આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અભાવે સ્થાનિક લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડતો હતો. પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમ, ઉપસરપંચ હેતલબા ચંદ્રસિંહ જાડેજા, તથા સભ્યો અને તલાટી મંત્રી દ્વારા કરવામાં આવેલી જરૂરી કામગીરી બાદ આ વિસ્તારમાં એલ.ઈ.ડી. લાઇટો ફીટ કરી દેવામાં આવતા આ વિસ્તારના રહીશોને રસ્તા પરના અંધારાથી છુટકારો મળ્યો છે. ગ્રામ પંચાયતની કામગીરીને આ વિસ્તારના લોકોએ બિરદાવી, આભારની લાગણી વ્યક્ત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application