જામનગર રોડ પર કટિંગ થાય તે પૂર્વે જ વિદેશી દારૂનો ટ્રક પકડી પાડતી એલસીબી–૨

  • November 20, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જામનગર રોડ પર ગાંધી સોસાયટી નજીક એલસીબી ઝોન–૨ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂ, બીયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે બે શખસોને દબોચી લીધા છે. રાજકોટમાં દારૂનો જથ્થો કટીંગ થાય તે પુર્વે જ પોલીસ પહોંચી હતી અને ૯.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
જામનગર રોડ પર ગાંધી સોસાયટી નજીક જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલ પપં નજીકની શેરીમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક પડયો છે અને દારૂનું કટીંગ થવાનું છે તેવી બાતમીના આધારે એલસીબી ઝોન–૨ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ટીમે દરોડો પાડયો હતો. પોલીસને બાતમી આધારે જામનગર પાસે તાલપત્રી ઢાંકેલો ટ્રક મળી આવ્યો હતો. ટ્રક પાસેથી ગાંધીગ્રામ શેરી નં.૧૨માં રહેતા કિશન નરેન્દ્રભાઈ પરમાર અને ૧૫૦ ફત્પટ રીંગરોડ પર સદગુરૂપાર્ક બ્લોક નં.૭માં રહેતા જય મુકેશભાઈ વાઢેર નામના બે શખસો પણ હાથ લાગ્યા હતા. ટ્રક ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બીયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ૩,૭૫,૧૭૪ની કિંમતનો દારૂ–બીયરનો જથ્થો તેમજ પાંચ લાખની કિંમતનો જીજેે૧૦એફ ૯૯૬૩ નંબરનો ટ્રક તેમજ જીજે૩ેલએફ ૦૪૫૬ નંબરનું બાઈક, બે મોબાઈલ મળી ૯.૫૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા બન્ને શખસોની હાથ ધરેલી પુછપરછમાં દારૂનો જથ્થો રૈયારોડ પરના મીરાનગર શેરી નં.૪માં રહેતા હાદિર્ક ઉર્ફે હરી નીતીનભાઈ ડોડીયા નામના શખસે મગાવ્યો હતો. ત્રણેય ઈસમો દમણથી આ જથ્થો લઈ આવ્યા હતા. ગતરાત્રે આ જથ્થો કટીંગ (સપ્લાય) કરવાનો હતો. ટ્રક કિશન ચલાવતો હતો અને જય તેમજ હાદિર્ક ટ્રકનું પાઈલોટીંગ કરતા હતા. હાદિર્ક તથા કિશન બન્ને અગાઉ દારૂના ગુનામાં ઝડપાઈ ચુકયા છે. જયારે જય જુગાર રમતા પકડાઈ ચુકયો છે.
હાદિર્ક હાથમાં આવ્યા બાદ જથ્થો કોને કોને સપ્લાય કરવાનો હતો તેની વિગતો બહાર આવશે. દરોડામાં પીએસઆઈ ઝાલા સાથે ટીમના એએસઆઈ જે.વી.ગોહીલ, રાજેશ મીયાત્રા, રાહત્પલ ગોહેલ, શકિતસિંહ ગોહીલ, હેમેન્દ્ર વાઢીયા, ધર્મરાજસિંહ ઝાલા તથા કુલદીપસિંહ રાણા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application