હળવદ તાલુકાના મયુરનગર ગામે એલસીબીની ટીમ ત્રાટકી: રૂા. ૭.૯૧ લાખનો માલ જપ્ત કરાયો

  • January 25, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગારની બદી  વધી જવા પામી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા રાહત્પલ ત્રિપાઠીના માર્ગદર્શન નીચે મોરબી એલસીબીએ હળવદ તાલુકાના મયુર નગર ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને છાપો મારતા  ઈંગલિશ દારૂ તથા બિયરનો જથ્થો કુલ મુદ્દામાલ ૭.૯૧ લાખનો ઝડપી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસેથી પ્રા માહિતી અનુસાર હળવદ તાલુકાના મયુરનગર ગામે મોરબી એલસીબીને  બાતમી હતી કે વાડીના ગોડાઉનમાં ઈંગલિશ દારૂ બિયરનો જથ્થો રાખેલ છે જે અનુસંધાને એલસીબી રેઇડ કરતા  ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૯૩૮ તથા બીયર ટીન નગં ૨૬૪ કુલ કિંમત રૂા.૭.૯૧.૪૪૬ ૪૬નો કુલ મુદ્દામાંલ ઝડપી પાડો હતો.
આરોપી ભાનુ  ઉફે કાળુ ચંદુભાઈ ડાંગર રહે.મયુરનગર (વાટાવદર) તા,હળવદ પોતાની કબ્જા ભોગવાટ વાળી મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઈંગ્લીશ દારૂ બીયરનો જથ્થો જુદીજુદી બ્રાન્ડ મેકડોવલ, જોની વોકર રેડ લેબલ વીસ્કી, બ્લેન્ડર પ્રાઈડ અલ્ટ્રા પ્રીમિયમ વ્હીસ્કી,ટબગે  સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ના ટીન  કુલ મુદામાલ ૭.૯૧.૪૪૬ નો કબ્જે કરેલ.આ સમગ્ર કામગીરીમાં મોરબી  એલસીબી પીઆઇ એમ પી પંડા, પી.એસ.આઈ બી.ડી. ભટ્ટ. એસ.આઈ.પટેલ, વી. એન. પરમાર તથા એલસીબી પેરોલફલો સ્કવોડ સ્ટાફના માણસો જોડાયા હતો. આરોપીઓ વિદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application