બેડીમાં ઘોડીપાસાની મીની કલબ પર એલસીબીનો દરોડો

  • December 14, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાખની રોકડ સાથે બે ઝબ્બે: મહિલા સહિત સાત નાશી છુટયા: ભારે ચકચાર

જામનગરના બેડી સાઇચાના ઢાળીયા પાસે ગેસના ગોડાઉન નજીક ઘોડીપાસાની મીની કલબ પર બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને એક લાખની રોકડ અને મોબાઇલ સાથે બે શખ્સને પકડી લીધા હતા, જયારે મહિલા સહિતના ૭ જુગારીઓ નાશી છુટયા હતા, દરોડાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.
શહેરના બેડી વિસ્તારમાં ગેસના ગોડાઉન પાસે મકાનમાં ઘોડીપાસાની કલબ ચાલી રહી છે આરોપી નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવે છે એવી બાતમી એલસીબીને મળી હતી, જેના આધારે દરોડો પાડીને ઘોડીપાસાના અખાડામાંથી દિ.પ્લોટ-૬૪માં રહેતા ભરત ટેકચંદ રામનાણી તથા દિ.પ્લોટ-૬૬ જોલી બંગલા પાસે રહેતા ચંદુલાલ રીજુમલ કુકડીયા નામના બે શખ્સોને રોકડ ૧.૦૨.૦૦૦ તથા મોબાઇલ અને પાસા મળી કુલ ૧.૦૭.૦૦૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
જયારે દરોડા દરમ્યાન બેડી સાઇચાના ઢાળીયા પાસે રહેતી આઇસાબેન નુરમામદ સાઇચા, બેડીના સિકંદર નુરમામદ સાઇચા, જામનગરના મુકેશ ભરવાડ, સતિષ ઉર્ફે સતિયો સિંધી, રમેશ ઉર્ફે રામુ ઉર્ફે ટમેટો પ્રેમજી સિંધી, આર.કે. ઉર્ફે રામુ અને બે અજાણ્યા ઇસમો નાશી છુટયા હતા, તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી, દરોડાના પગલે ચકચાર મચી જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application