જામનગર, ધ્રોલ, પડધરી, પડાણા અને સિકકામાં હાથફેરો કર્યો
જામનગર સહિતની 7 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા એક શખ્સને એલસીબીએ એક લાખની રોકડ સાથે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન જામનગર શહેરની 3, ધ્રોલ, પડધરી, સિકકા અને પડાણાના ગુનાના ભેદ ઉકેલાયા છે.
એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી, એલસીબી પીઆઇ વી.એમ. લગારીયા, પીએસઆઇ કરમટા, પીએસઆઇ મોરી અને સ્ટાફ દ્વારા શહેર વિસ્તારમાં વણશોધાયેલા ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલસીબીના દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ, સંજયસિંહ, કાસમભાઇને મળેલ હકીકત આધારે જામનગર સહિત એક મહીનાના સમયગાળામાં દુકાનો, શોમ, મકાનમાં ચોરીને અંજામ આપવામાં અગાઉ પકડાયેલ આરોપી ભાણા ઉર્ફે સુરજ આદીપુર-કચ્છવાળો હાલ જામનગરના સમર્પણ સર્કલ પાસે છે એવી વિગતોના આધારે ટુકડી દોડી જઇ તેને પકડી લીધો હતો.
હાલ સલાયા ચોકડી પાસે રહેતા મુળ આદીપુર નવા બસ સ્ટેન્ડ સામેનો ભાણા ઉર્ફે ભાણીયો ઉર્ફે ભાવેશ ઉર્ફે સુરજ હીરા ભાટી નામના શખ્સને 1.07.600ની ચોરી કરીને મેળવેલ રોકડ સાથે પકડીને સીટી-સી ડીવીઝન પોલીસને સોપી આપ્યો હતો. પોલીસે જામનગર સીટી-બી, સીટી-સીના બે ગુના, સિકકા, ધ્રોલ, 15 દિવસ પહેલા પડધરી ગામે દુકાન અને પડાણા હોટલમાથી રોકડની ચોરી કયર્નિા ગુના ડીટેકટ કયર્િ છે, આ શખ્સ અગાઉ આદીપુરના બે ગુનામાં સંડોવાયેલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech