પહેલી વખત કચ્છી ગુજરાતણે કાન્સ ફેસ્ટિવલમાં આપી હાજરીમાં

  • May 26, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ગુજરાતી એક્ટ્રેસ કોમલ ઠક્કરની અદાઓ પર સૌ કોઇ થઇ ગયા આફરીન
  •  કોમલ ઠક્કરે 2004માં મિસ કચ્છનો ખિતાબ જીત્યો હતો


આજકાલ ફ્રાન્સના કાન્સમાં યોજાઇ રહેલા ફિલ્મ ફેસ્ટિવલની ચારે બાજુ ચર્ચા છે. તેમાં પણ બોલીવૂડ સુંદરીઓના જલવાની વચ્ચે હવે પહેલી વખત કોઇ કચ્છી ગુજરાતણ અભિનેત્રીએ પોતાના સૌંદર્ય અને ડ્રેસિંગનું કામણ પાથરી સૌના દિલ જીતી લીધા.

કાન્સ ફેસ્ટિવલમાં પહોચવું એ દરેક કલાકાર માટે એક સપના જેવું હોય છે. ત્યારે ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરની કાન્સ ફેસ્ટિવલની એન્ટ્રીને લઈને સૌ કોઈ તેનાં વખાણ કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી કોમલ ઠક્કર કાન્સ ફેસ્ટિવલમાં પહોંચી છે. રેડ કાર્પેટ પર પહોંચેલી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે નવા દ્વાર ખોલ્યા છે.


કોમલ ઠક્કરે જણાવ્યું હતું કે....

 રેડ કાર્પેટ પર ગ્રેસ કરવા માટે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હું એકમાત્ર અભિનેત્રી છું. હું મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગૌરવ અનુભવું છું. 
 


 કોમલે જે ગાઉન પહેર્યું હતું તે ઈસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઈન કર્યું છે. જ્યારે મારા ઓર્નામેન્ટસ લંડનની મોના ફાઈન જલેવરી દ્વારા બનાવાવમાં આવ્યા છે. મારો અલગ લૂક ભારતીય ડિઝાઈનર નિકેતા ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કાન્સ વિશ્વભરના મહત્વાકાંક્ષી અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારુપ છે.


કચ્છી ગુજરાતણ અભિનેત્રી કોમલ ઠક્કર 76મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી છે. જેણે તેના ટ્રેલબ્લેઝિંગ સ્ટેટસને મજબૂત બનાવ્યું હતું. તેને કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોમલ ઠક્કરના વખાણ ચારેકોર થઈ રહ્યા છે. ખરેખરમાં ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ સારી રીતે ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે.


મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે 2004માં મિસ કચ્છનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2011માં કોમલ ઠક્કરે સપોર્ટિંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ ‘હૈયાના હેત જન્મો જનમના’થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે, રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર કાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે.


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ બોલીવૂડ અભિનેત્રીઓ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, નરગીસ ફક્રી, ઉર્વશી રૌતેલા, માનુષી છિલ્લર, ઐશ્વર્યા રાય,અદિતિ રાવ હૈદરી, મૌની રોય, સની લિઓની અને હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ તેમની અદાઓથી જાદુ પાથર્યા હતા. બોલિવૂડ એભિનેત્રીઓની સાથે-સાથે ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે પણ રેડ કાર્પેટ પર વોક કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આ સાથે જ કોમલ ઠક્કર કાન્સમાં વોક કરનારી આ પહેલી ગુજરાતી અભિનેત્રી બની ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application