ક્ષત્રિય સમાજે ૧૦૦ ફોર્મ ઉપાડયા : બેલેટથી ચૂંટણી થશે?

  • April 12, 2024 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તારીખ ૭ મેના રોજ યોજાનારી લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી માટે આજથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શ થઈ છે. સવારે ૧૧ વાગ્યે ફોર્મ વિતરણ શ થાય તે પહેલા જ તે મેળવવા માટે અને આગેવાનો અને કાર્યકરો નવી કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા. પ્રથમ દોઢ કલાકમાં જ પોણા બસસો જેટલા ફોર્મ ચણા મમરાની જેમ ફટાફટ ઉપડી ગયા હતા. જો ઉમેદવારની સંખ્યા ૩૮૪ કે તેનાથી વધુ થાય તો ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ના બદલે બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી જોગવાઈ ને ધ્યાનમાં રાખી ક્ષત્રિય સમાજ દ્રારા ૪૦૦ જેટલા ઉમેદવાર ઊભા રાખવામાં આવશે તેવી જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. આજે ક્ષત્રિય સમાજની મહિલાઓ નયનાબા જાડેજા સહિતનાઓ ફોર્મ લેવા માટે આવ્યા હતા એક વ્યકિતને વધુમાં વધુ ચાર ફોર્મ આપવાનો નિયમ હોવાથી આ પાંચ મહિલાઓએ ૨૦ ફોર્મ લીધા હતા અને સાંજ સુધીમાં ૧૦૦ થી વધુ ફોર્મ ઉપાડવામાં આવશે તેવી વાત પત્રકારો સાથે કરી હતી.

બીજી બાજુ કોંગ્રેસના આગેવાન અને માલધારી સમાજના નેતા રણજીતભાઈ વિરમભાઇ મુંધવા, મુકેશભાઈ કનુભાઈ ડાભી સહિતનાઓ એ ફોર્મ ઉપાડા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે માલધારી સમાજે પણ ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો જાહેર કર્યેા છે.શનિ –રવિ બે દિવસ ફોર્મ વિતરણમાં રજા છે. સોમવારે ક્ષત્રિય સમાજમાંથી વધુ ફોર્મ ઉપાડવામાં આવે તેવી શકયતા હોવાનું પણ નિહાળવામાં આવે છે. ૩૮૪ થી વધુ ઉમેદવારી પત્રો ભરાશે તો બેલેટથી મતદાન કરવું પડશે અને તેમાં બેલેટ પત્રને બદલે પુસ્તિકા છાપવી પડે તેવી પરિસ્થિતિ હોવાના કારણે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓના ટેન્શન વધી ગયા છે.

આજે પ્રથમ દિવસે ૨૯ વ્યકિતઓએ ૫૩ ફોર્મનો ઉપાડ કર્યેા હતો. જેમાં ભાજપમાંથી પુષોત્તમ પાલા અને તેના ડમી ઉમેદવાર તરીકે મોહનભાઈ કુંડારીયાના નામે ચાર– ચાર ફોર્મ નો ઉપાડ થયો છે. કોંગ્રેસમાંથી પરેશભાઈ ધાનાણી હિતેશભાઈ વોરા અને ડોકટર હેમાંગભાઈ વસાવડાના નામે ચાર ચાર મળીને ૧૨ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.


બસપા અને બહુજન મુકિત પાર્ટી એ પણ ફોર્મ ઉપાડા
બહુજન સમાજવાદી પાર્ટીના ચમનભાઈ સવસાણી અને માધુભાઈ ગોહિલના નામે ત્રણ ત્રણ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. બહત્પજન મુકિત પાર્ટીના દેવેનભાઈ બેડલાએ પણ ત્રણ ફોર્મ ઉપાડયા છે.


અંગ્રેજી– ગુજરાતી ભાષામાં ૨૩ પાનાનું ફોર્મ
દરેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ચાર ફોર્મ આપવામાં આવે છે. અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ફોર્મ આપવામાં આવે છે. કુલ ૨૩ પાનાના આ ફોર્મમાં ૧૧ પાનામાં બંને સાઈડ પ્રિન્ટિંગ છે અને એક પાનામાં એક સાઈડ પ્રિન્ટિંગ છે. કોંગ્રેસમાંથી કૃષ્ણદત રાવલ અને સંજયભાઈ લાખાણી ફોર્મ લેવા માટે આવ્યા હતા. યારે ભાજપમાંથી કિરીટભાઈ પાઠક ફોર્મ લેવા આવ્યા હતા.

ફોર્મ ઉપાડમાં ધસારો, પણ ભરવામા ટાઢોડું
આજે પ્રથમ દિવસે જ ફોર્મ ઉપાડવામાં ભારે ઘસારો રહ્યો હતો. જોકે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં એક પણ ફોર્મ ભરાઈને પાછું આવ્યું ન હતું અને તેથી ફોર્મ ભરવામાં સ્વાભાવિક રીતે જ પ્રથમ દિવસે ટાઢોળું રહેવા પામ્યું હતું

ફોર્મ ભરવા અને ઉપાડવામાં માત્ર પાંચ દિવસ હોવાથી ધસારો
ફોર્મ ભરવા માટે આઠ દિવસનો શેડુલ છે પરંતુ તેમાં ત્રણ દિવસ રજા આવી જતી હોવાથી આજે પ્રથમ દિવસે જ ફોર્મ ઉપાડવામાં ભારે ઘસારો રહ્યો હતો. શનિ–રવિની રજા છે અને તારીખ ૧૭ ના રોજ રામનવમીની પણ રજા છે. ફોર્મના ઘસારા માટેનું બીજું કારણ ક્ષત્રિય સમાજ દ્રારા વધુ સંખ્યામાં ફોર્મ ઉપાડવામાં આવ્યા છે અને સોમવારે પણ તે સીલસીલો ચાલુ રહે તેવી શકયતા છે

મતપત્રકથી કયારે મતદાન થાય?
ચૂંટણી પંચના નિયમો પર નજર નાખીએ તો એક ઈવીએમમાં 'નોટા' અને ૧૫ ઉમેદવારના નામ સમાવી શકાતા હોય છે. યારે ઉમેદવારની સંખ્યા ૧૫ થી વધી જાય ત્યારે વધુમાં વધુ ૨૪ ઇવીએમ રાખી શકાતા હોય છે. નોટાનું બટન માત્ર એક ઈવીએમમાં જ હોય છે અને આ મુજબ ૩૮૩ ઉમેદવારો હોય ત્યાં સુધી ઈવીએમથી ચૂંટણી થાય છે. પરંતુ જો ૩૮૪ ઉમેદવારો થાય તો ઇવીએમની કેપેસિટી પૂરી થઈ જાય છે અને આ ટેકનિકલ મર્યાદાના કારણે ચૂંટણી બેલેટ પત્રથી કરવી પડે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News