પી.ટી.જાડેજા સહિતના દરેક વકતાઓએ આક્રોશ દશર્વિીને ક્ષત્રિય સમાજ સામે પાલાની પસંદગી ભાજપને ભારે પડી જશે એવો સુર ઉઠાવ્યો: મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઇ-બહેનો હાજર રહ્યા: ક્ષત્રિય અસ્મિતા સંમેલન રતનપરના મહાસંમેલનની યાદ અપાવી
પરસોતમભાઇ પાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ અને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે આ મુદે ભાજપને સબક શીખડાવાનું નકકી કરવામાં આવ્યું હોય તેમ કાલે અહીંના ખીજડીયા બાયપાસ પાસે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન યોજાયું હતું જેમાં તા.7મી મેના રોજ ભાજપ વિઘ્ધ મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતાં, તમામ વકતાઓએ આક્રોશ દેખાડયો હતો, આટલું જ નહીં ભાજપને સહયોગ કરનારાઓને પણ ટાર્ગેટમાં લેવામાં આવ્યા હતાં.
ખીજડીયા બાયપાસ પાસે આવેલ વાડીએ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કચ્છ, ભુજ, ધ્રોલ, જોડીયા, ઓખા, ડીસા, જુનાગઢ, માળીયા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, લીમડી, અમદાવાદ, વઢવાણ, મુળી, ઉપલેટા, ચોટીલા, જામજોધપુર, વાલાસણ, રાજપરા, ધોરાજી, ખંભાળીયા, દ્વારકા, ઝાખર, જેતપુર, અલંગ, તળાજા, પાલીતાણા, ગારીયાધાર, લાઠી, અમરેલી, સરધાર, ધ્રાફા, બીલખા, વિસાવદર, મેંદરડા, વેરાવળ, સોમનાથ, કોડીનાર સહિતના સૌરાષ્ટ્રભરના ક્ષત્રિય આગેવાનો જોડાયા હતાં.
સાંજે 5 કલાકે સંમેલનની શઆત થઇ હતી, મહીલાઓ પણ મોટી સંખ્યામાં પરંપરાગત પોષાકમાં ઉપસ્થિત રહી હતી, રાત્રીના લગભગ 8:30 કલાક સુધી પ્રવચન ચાલ્યા હતાં, અંતિમ પ્રવચન રાજકોટના પી.ટી.જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું, દરેક વકતાઓ દ્વારા ભાજપ સામે ઉગ્ર આક્રોશ વ્યકત કરવામાં આવ્યો હતો.
આ સંમેલનમાં વધુ એક વખત ક્ષત્રિય સમાજની લાગણીને અવગણીને ભાજપ દ્વારા પરસોતમભાઇ પાલાને પસંદ કરવાના નિર્ણય સામે આઘાત દશર્વિવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે, ભાજપે આ મોટી ભુલ કરી નાખી છે અને હવે ક્ષત્રિય સમાજે ખુલ્લમખુલ્લા ભાજપ સામે એલાને જંગ કરી દીધું છે.
આ સંમેલનમાં ભાજપ વિઘ્ધ મતદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતાં, આટલું જ નહીં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, હજુ ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવ્યા હતાં અને જામસાહેબને મળવા ગયા હતાં, પાઘડી પહેરી હતી પરંતુ તેની કોઇ અસર ક્ષત્રિય સમાજ ઉપર દેખાઇ ન હતી, ઉલ્ટાનું ક્ષત્રિય સમાજ દ્વારા આ મુલાકાતને પરોક્ષ રીતે વખોડવામાં આવી છે.
સંમેલનમાં સતત જય ભવાની, જય દ્વારકાધીશ, જય માતાજીના નારા ગુંજતા રહ્યા હતાં, દરેક વકતાઓનો મુખ્ય સુર એ જ રહ્યો હતો કે, આપણી લાગણીને સમજયા વગર પરસોતમ પાલા સંબંધે નિર્ણય લેનાર ભાજપને પાઠ ભણાવી દેવો છે. અત્રે નોંધનીય છે કે, આ સંમેલનમાં યુવા સતવારા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રવચન આપીને પોતાનું સમર્થન પણ જાહેર કર્યુ હતું.
આ ઉપરાંત પણ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી અને એમના ઉમેદવારોના સમર્થકોને પણ નિશાન પર લેવામાં આવ્યા હતાં અને એવી ચેતવણી આપવામાં આવી હતી કે, કયાંક એવું ન થાય કે પરસોતમભાઇ અને ભાજપ સામે વિરોધનો કેમેરો તમારી તરફ આવી જાય.
સંમેલનમાં અંદાજે 35 થી 40 હજાર ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં, હાઇવે પર વાહનોના ખડકલા થઇ ગયા હતાં અને પોલીસને સતત સુરક્ષા-વ્યવસ્થની સાથે-સાથે ટ્રાફિક માટે પણ જહેમત ઉઠાવી હતી.
જામસાહેબને દિવાળીએ પણ રામ-રામ કરવાના નથી : ક્ષત્રિય સમાજની જાહેરાત
ગઇકાલે ક્ષત્રિય સમાજના ખીજડીયા ખાતે મળેલા સંમેલનમાં ભાજપ સામે તો રોષ દશર્વિાયો હતો, સાથે-સાથે ક્ષત્રિય સમાજે જામનગરના રાજવી સામે પણ જબરદસ્ત નારાજગી દેખાડીને એવું જાહેર કર્યુ છે કે, દિવાળી જેવા તહેવારોમાં પણ રામ-રામ કરવા જામસાહેબ પાસે જવાનું નથી. વડાપ્રધાનને જામસાહેબ દ્વારા જે પાઘડી પહેરાવવામાં આવી હતી તેનો પણ કટાક્ષ થયો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે આ પાઘડી માત્ર ક્ષત્રિયના માથા પર શોભે, બીજા કોઇને આ પાઘડી પહેરાવાય નહીં.
પક્ષ પલ્ટો નહીં કરવાના કોંગીના ઉમેદવારનું સોગંદનામું રજૂ કરાયું
ક્ષત્રિય મહાસંમેલનમાં એક તરફ ભાજપ સામે ખુલ્લેઆમ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા છે તો સાથે-સાથે જામનગરની લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવારે જે સોગંદનામુ કરી આપ્યું છે કે તેઓ કોઇપણ સંજોગોમાં પક્ષ પલ્ટો કરશે નહીં અને કોંગ્રેસને વફાદાર રહી ભાજપ વિઘ્ધ લડત ચલાવશે તે સોગંદનામુ અસ્મિતા સંમેલનમાં રજૂ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોમટા પાસે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૧૦ ઝડપાયા
April 25, 2025 10:20 AMઓન-લાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે ગુનો
April 25, 2025 10:19 AM11 વર્ષ બાદ ખેડૂત આઈ પોર્ટલના નવા વર્ઝનનું લોન્ચિંગ: 22 દિવસ ખુલ્લું રહેશે
April 25, 2025 10:16 AMખંભાળિયા પાસે પોરબંદર-ભાણવડ રોડ પર અકસ્માતમાં બે ના મૃત્યુ
April 25, 2025 10:14 AMજામનગર જિલ્લાના જોડિયા ગામમાં પાંચ દિવસે પાણી વિતરણ
April 25, 2025 10:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech