BREAKING NEWS

મોટી પાનેલીમાં ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મ–રૂકમણી વિવાહ ઉજવાયો

  • June 03, 2026 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમા વૃદ્ર માતાઓ બહેનોનું સત્સગં મંડળ લીમડા ચોક આયોજિત ભાગવત સાહમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં કારાગ્રહમાંથી માતા દેવકીના કુખે કાનાનો જન્મ થતા કારગૃહના દ્રાર આપોઆપ ખુલીને સ્વયમં વાસુદેવજી યમુનાજીના નિરને ચીરતા આગળ વધે છે અને સાક્ષાત શેષનાગ દેવતાં કાનાનું રક્ષણ કરતા વાસુદેવને યમુનાજી પાર કરાવે છે ત્યારે ગોકુલમાં જયારે કાનાનું આગમન થાય છે અને નંદના ઘરે યશોદામાંના કુખે કાનાનો જન્મ થયાના સમાચાર વ્રજવાસીઓને થાય છે અને ગોકુલવાસીઓ ભાવ વિભોર થઇ ઝુમી ઉઠે છે. સૌ વ્રજવાસીઓ સાથે મળી કાનાનો જન્મોત્સવ મનાવે માખણ મિશ્રી અને પંજરી ની પ્રસાદ ની વહેંચણી થાય છે. ગોપીઓ લાલાને લાડ લડાવવા એક સાથે નદં ઘેર આનદં ભયોના નાદથી વાતાવરણ કૃષ્ણમય બનાવે છે. ચારે તરફ લાલાના જન્મી ઉજવણી કરવામાં આવે છે ગોપીઓ લાલાને લાડ લડાવવા પારણે ઝુલાવે છે માથે બેસાડી ઝૂમે છે. આવા ભાવાત્મક દ્રશ્યો ભાગવત સાહમાં જોવા મળતા સ્વયમં કૃષ્ણ કનૈયાને પણ બિરાજમાન થવું પડેને તેવો ભાવ શાક્રી દિનેશ ઠક્કર દ્રારા વર્ણવવામાં આવતા ભકતો ભાવ વિભોર બની ઉઠા હતાં. ચીમનભાઈ રાઠોડ પરિવાર કન્યાદાન આપી કમણી વિવાહમાં સોના–ચાંદી દાન સાથે ગૌ દાન પણ આપી પ્રસંગને ધન્ય બનાવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application