કોટેચા ચોકમાં ટ્રાફિક સમસ્યાઙ્ગું મોટું શૂળ જ મહાકાય સર્કલ

  • July 25, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના રાજમાર્ગ એવા કાલાવડ રોડ પર કોટેચા ચોક પરની ટ્રાફિક સમસ્યા અસંખ્ય વાહન ચાલકો શહેરીજનો માટે શીરદર્દ સમાન છે. પોલીસ અને મહાપાલિકા બન્ને આ ટ્રાફિક સમસ્યા હળવી કરવા કે આવું બતાવવા માટે અવનવા ગતકડા કે નીતનવા ફંડા કરતા રહે છે પરંતુ આ બધું થુંકે સાંધા જેવું છે. ખરેખર ટ્રાફિક ટેરર બની ગયેલા આ ઈસ્યુના મુળમાં મોટું શુળ જ કોટેચા ચોકમાં આવેલ મહાકાય એરોપ્લેન સર્કલ છે. મસમોટા આ સર્કલના કારણે રોજીંદા હજારો વાહનચાલકો ત્રાહીમામ છે. આ દુ:ખ દર્દની કાયમી દવા કોટેચા ચોકમાં સર્કલ નાનું થાય તો જ ઉકેલ બની રહેે.
મહિલા કોલેજ સર્કલથી કાલાવડ રોડ કે યુનિવર્સિટી રોડ તરફ જવાનું હોય અને એમાંય જો ફોર વ્હીલ, કાર લઈને નીકળવાનું હોય તો જનાર માટે સીધું કોટેચા સર્કલ અને ત્યાંનો ટ્રાફિકનો ચકકાજામનો સીલસીલો નજર સમક્ષ આવતો હોય છે અને આ સાત કોઠા વિંધીને નીકળવા માટે કયારેક કયારેક તો કોટેચા સર્કલ પાસેથી પસાર થવા માટે અડધો–પોણો કલાક જેટલો સમય વ્યતીત થઈ જાય છે. ટ્રાફિક પોલીસ ખડેપગે રહે સાંજ પડયે પગે પાણી ઉતરી જતા હોય છે. જો ટ્રાફિક પોલીસ ત્યાં ન હોય તો આ સમસ્યા વધુ વિકરાળ બની જાય છે. ટ્રાફિક પોલીસમાં પણ સ્ટાફનો થપો હોય છે પરંતુ આંગળીના વેઢે ગણાય તેટલા જ ટ્રાફિક પોલીસ કર્મી કે વોર્ડન ખરી ફરજ બજાવતા હોય છે. અન્યો સાઈડમાં બેઠા હોય અથવા ચેકીંગના નામે અવનવું કરતા નજરે પડતા હોય છે. પોલીસનો પન્નો હાલના ટ્રાફિક સામે ચોકકસપણે ટંુકો પડી રહ્યો છે. આમાં સાવ દોષ પોલીસનો પણ એટલા માટે ન ગણી શકાય કે, જયારે માર્ગ જ સાંકળા હોય તો તે સર્કલ પરથી ૧૦ ગણા વાહનો પસાર થાય એમાં પોલીસ પણ શું કરી શકે ?
કેકેવી સર્કલથી મહિલા કોલેજ અંડરબ્રિજ, યુનિવર્સિટી રોડ તરફથી કાલાવડ રોડ તરફ, આવી જ રીતે નિર્મલા રોડ અને સૌરાષ્ટ્ર્ર હાઈસ્કુલ રોડ તરફથી આવતા જતા વાહનો કોટેચા ચોકમાં જ એકઠા થતા હોય છે. પાંચ સાઈડથી આવા ગમન કરતા વાહનોનો પ્રવાહ અને આ તમામ માર્ગેા પર આવવા જવાનું સર્કલ કોટેચા ચોક જ છે. જેને લઈને ટ્રાફિકજામ સતત રહે છે. કોટેચા ચોકમાં મહાકાય એરોપ્લેન સર્કલના કારણે વાહનો વધુ પસાર થઈ શકતા નથી અને કોટેચા ચોકમાં વાહનો સામસામા ભીડાઈ જાય છે. ચોકમાં ટ્રાફિકજામ થવાથી કોટેચા ચોકને જોડતા પાંચેય માર્ગેા પર વાહનોની કતારો લાગે છે. આમ જોઈએ તો કોટેચા ચોકમાં સવારે સ્કુલ, કોલેજના સમયથી રાત્રીના મોડે સુધી આ સમસ્યા જેમને તેમ જેવી છે. હાલ પોલીસ પોતાની રીતે મથે છે પરંતુ કાયમી ઉકેલ લાવવો જરૂરી છે


કઈ રીતે વધુ વિકટ બની ટ્રાફિક સમસ્યા?
કોટેચા ચોકમાં સર્કલ મોટું છે, યુનિવર્સિટી તરફથી કાલાવડ રોડ તરફથી અને નિર્મલા રોડ તરફથી આવતા વાહનોને જો સૌરાષ્ટ્ર્ર હાઈસ્કુલ માર્ગ તરફ વળવું હોય તો આ મહાકાય સર્કલનો ફેરો ફરવો પડે છે અને લેફટ સાઈડમાં જવા માટે મહિલા કોલેજ અંડરબ્રિજ તરફથી આવતા અને કાલાવડ રોડ કે યુનિવર્સિટી રોડ તરફ જનારા વાહનોની કતાર કાપવી પડે છે. સૌરાષ્ટ્ર્ર હાઈસ્કુલ તરફ વળવા માટે જતા વાહનોને લઈને અંડરબ્રિજ તરફના વાહનોની કતારો વધુ લાંબી બની જાય છે. જો સર્કલ નાનું હોય તો પાંચ તરફથી આવતા આવા ગમન કરતા વાહનોને પરિવહન માટે સરળતા મળી રહે છે. માટે આ દિશામાં પણ વિચારવું જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application