કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: CBIએ મુખ્ય આરોપી સંજય રોયની બાઇક જપ્ત કર્યું, સામે આવી ચોંકાવનારી બાબત

  • August 24, 2024 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





કોલકાતા રેપ-મર્ડર કેસમાં સીબીઆઈએ આરોપી સંજય રોયની બાઈક જપ્ત કરી લીધી છે. આ એ જ બાઇક છે જેના પર આરોપી ઘટનાના દિવસે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટના બાદ આ બાઇક પર પરત ફર્યો હતો.


આરોપીની બાઇક જપ્ત કરવામાં આવ્યા બાદ ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપીની બાઇક પર KP લખેલું છે, એટલે કે કોલકાતા પોલીસ. મતલબ કે સંજય રોય પોતાને પોલીસ ગણાવીને ધમકીઓ આપતો હતો.


આરોપી સંજય રોયે 8 ઓગસ્ટના રોજ લગભગ 11 વાગે આરજી કર મેડિકલ કોલેજ પહોંચવા માટે આ બાઇકનો ઉપયોગ કર્યો હતો. આ પછી તે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બહાર ગયો હતો. જ્યારે કોલકાતા પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી, ત્યારે તેમણે રોય ક્યાં ગયો હતો તે જાણવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા.


આ બાઇક પર કોલકાતા પોલીસનું સ્ટીકર એમ્બોસ કરેલું છે (તે સત્તાવાર છે કે નકલી તે તપાસવું જરૂરી છે). આ સિવાય બાઇકની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.


નોંધનીય છે કે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તેને પોલિગ્રાફિક ટેસ્ટ માટે સંમતિ આપવા માટે સિયાલદહ કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો છે. સંજય રોયે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે અને તેને પોતાના કૃત્યો માટે કોઈ પસ્તાવો નથી. સીબીઆઈની તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે સંજયની વૃત્તિઓ પ્રાણીઓ જેવી છે. તેને પોર્નોગ્રાફિક ફિલ્મો અને દારૂની લત પણ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application